હિંડનબર્ગ રિસર્ચના આરોપોમાંથી બહાર આવેલા દિગ્ગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ચર્ચા દેશની સાથે વિદેશમાં પણ થઈ રહી છે. દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક દરમિયાન પણ ગૌતમ અદાણી ચર્ચાનો વિષય બન્યા છે. ગૌતમ અદાણીએ તેલંગાણાના મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી અને તેલંગાણામાં ૧૨,૪૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. સીએમ રેવંત રેડ્ડી અને ગૌતમ અદાણી વચ્ચે ૪ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હાલ તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં અદાણી ગ્રીન એનર્જી ૧૩૫૦ મેગાવોટ ક્ષમતાના બે પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાં ૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી તેલંગાણામાં ડેટા સેન્ટર પણ બનાવશે, જેના માટે ૫,૦૦૦ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની તેલંગાણામાં સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ સ્થાપવા માટે ૧૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણીની એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કંપની કાઉન્ટર ડ્રોન સિસ્ટમ અને મિસાઈલ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સેન્ટરોમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. દાવોસમાં સીએમ રેવંત રેડ્ડી અને ગૌતમ અદાણી વચ્ચે તેલંગાણામાં રોકાણ બાબતે લગભગ ૧ કલાક સુધી વાતચીત થઈ હતી. બેઠક બાદ રેવન્ત રેડ્ડીએ ખાતરી આપી કે, રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ્સ માટે તમામ પ્રકારની મદદ અને સુવિધાઓ આપશે. સાથે જ ગૌતમ અદાણીએ પણ કહ્યું કે, તેલંગાણામાં નવી સરકાર ઈન્વેસ્ટર્સ ફ્રેંડલી છે. અહીં વધારે રોકાણ થવું ખૂબ જરૂરી છે. અદાણી ગ્રૂપ રાજ્યના વિકાસ પથ પર હંમેશા સાથે રહેશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ૫ દિવસની બેઠક ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ થી સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહી છે. જેમાં દુનિયાના જુદા-જુદા દેશના ૨૮૦૦ થી વધારે નેતાઓએ ભાગ લીધો છે. આ સાથે જ મીટિંગમાં ૬૦ થી વધારે દેશના વડાઓએ પણ ભાગ લીધો છે. ભારત તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, અશ્વિની વૈષ્ણવ અને હરદીપ સિંહ પુરી દાવોસમાં હાજર છે. તેમની સાથે ૩ રાજ્યના મુખ્યપ્રધાન અને ૧૦૦ થી વધારે કંપનીના CEOએ પણ ભાગ લીધો છે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more