મુકેશ અંબાણી અબજાેપતિઓની યાદીમાં ૧૨મા સ્થાનેથી ૧૩મા સ્થાને પહોંચી ગયા
૨૦૨૪નુ વર્ષ ગૌતમ અદાણી માટે શુભ નીવડે તેવુ લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટમાંથી અદાણીને હિંડનબર્ગ કેસમાં મોટી રાહત આપી હતી. ત્યાર બાદ અદાણી જૂથના શેરના ભાવ રોકેટની ઝડપે વધી રહ્યાં છે. જેના પગલે, અદાણીની સંપતિમાં વધારો થવા પામ્યો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ, વિશ્વના અબજાેપતિઓની યાદીમાં જાેરદાર છલાંગ લગાવી છે અને ૧૨મા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. તેમની સંપત્તિમાં માત્ર ૨૪ કલાકમાં ૭.૬ અબજ ડોલરનો વધારો થયા પામ્યો છે.. સંપતિમાં થયેલા વધારાને પગલે, મુકેશ અંબાણી અબજાેપતિઓની યાદીમાં ૧૨મા સ્થાનેથી ૧૩મા સ્થાને સરક્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિ ૯૭ બિલિયન ડોલર છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમની નેટવર્થ ઇં૬૬૫ મિલિયન વધી છે. અદાણી ગ્રૂપના માલિક અને હવે ભારતના જ નહી સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અબજાેપતિઓની યાદીમાં ૧૨મા નંબરે આવી ગયા છે. ગુરુવાર સુધી તે આ લિસ્ટમાં ૧૪માં નંબર પર હતા, પરંતુ ૨૪ કલાકમાં તેની જંગી કમાણીને કારણે તેની નેટવર્થમાં સારી વૃદ્ધિ જાેવા મળી હતી અને તેઓ ૧૪માં સ્થાનેથી ૧૨માં સ્થાને પહોંચી ગયા હતા. તેઓ એશિયાની સાથેસાથે સમગ્ર ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બન્યા.. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ $૯૭.૬ બિલિયન થઈ ગઈ છે. અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીનું મૂલ્ય વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે સેબીની તપાસ સાચા માર્ગ પર છે. ઉપરાંત, બજાર નિયામક સેબીને ૨૪માંથી બાકીના ૨ કેસની તપાસ કરવા માટે વધુ ૩ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં શેરબજારમાં આવેલા ઉછાળાની સાથે અદાણી જૂથના શેરના ભાવમાં વૃદ્ધિ જાેવા મળી હતી.. આજે શુક્રવારે પણ ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપના શેરમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. અદાણી જૂથની છઝ્રઝ્ર સિમેન્ટનો શેર મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર શેર દીઠ ૩.૨૦ % વધીને રૂ. ૨,૩૫૨ થયો હતો. આ સાથે અદાણી પોર્ટ લગભગ ૩ ટકા, અદાણી પાવર ૨ ટકા, અદાણી ટોટલ ગેસ ૨ ટકા, અદાણી વિલ્મર શેર ૦.૧૨ ટકા, અંબુજા લગભગ ૩ ટકા વધ્યા હતા. તો બીજી તરફ અદાણી જૂથના જ અદાણી એન્ટરપ્રાઇઝના શેર ૦.૧૮ ટકા ઘટ્યા હતા. આ સિવાય અદાણી એનર્જી સોલ્યુશન્સ ૦.૪૧ % અને અદાણી એનર્જી ફણ ૦.૪૩ % ઘટ્યા હતા.