સુહાના ખાનના અફેર પર ગૌરી ખાને નિવેદન આપ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ: એક્ટર શાહરૂખ ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. કિંગ ખાન હંમેશા તેની પત્ની અને બાળકો વિશે વાત કરે છે. પરંતુ હવે શાહરૂખ ખાન નહીં પરંતુ તેની પત્ની ગૌરી ખાને સુહાનાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે. આ દિવસોમાં સુહાના ફિલ્મ ‘ધ આર્ચીઝ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ ‘ધ આર્ચીઝ’ ૭ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. હાલમાં આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ દરમિયાન ગૌરી ખાનનું સુહાના અંગે નિવેદન ચાહકોમાં ચર્ચામાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ગૌરીએ સુહાના ના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો છે. થોડા દિવસો પહેલા ગૌરી ખાન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક કરણ જાેહરના શો ‘કોફી વિથ કરણ’માં જાેવા મળી હતી. આ દરમિયાન કરણે ગૌરીને એક સવાલ પૂછ્યો હતો કે, ‘જાે સુહાનાને કોઈ રિલેશન બાબતે સલાહ આપવા માગો છો તો શું સલાહ આપશો?.. કરણ જાેહરના સવાલના જવાબમાં કિંગ ખાનની પત્ની ગૌરી ખાને કહ્યું, ‘સુહાનાએ એક સાથે બે છોકરાઓ સાથે સંબંધ ન રાખવો જાેઈએ.હું સુહાનાને આ સલાહ આપીશપ’ ગૌરી ખાને કહ્યું. સુહાના ખાને તેના જીવનના એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કર્યો છે. કિંગ ખાનની પહેલી ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. સુહાના ખાનની સાથે અભિનેત્રી શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પૌત્ર અગત્સ્ય નંદાએ પણ ‘ધ આર્ચીઝ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં સુહાના અને અગત્સ્ય વચ્ચેના લિપલોક સીનને કારણે ઘણી ચર્ચા થઈ હતી. એટલું જ નહીં સુહાના અને અગત્સ્ય એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. સુહાના ખાન અને અગત્સ્ય નંદા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર અને ચાહકોમાં આવી ઘણી ચર્ચાઓ થઈ હતી. બંને ઘણી જગ્યાએ સાથે પણ જાેવા મળ્યા હતા. આટલું જ નહીં સુહાનાએ પોતાનો જન્મદિવસ પણ અગત્સ્ય સાથે સેલિબ્રેટ કર્યો હતો. પરંતુ બંનેએ ઓફિશિયલ રીતે તેમના સંબંધોની જાહેરાત કરી નથી.

Share This Article