સેક્સ સિમ્બોલ તરીકે રહેવા ગૌહર ખાન ઇચ્છુક : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  મોડલિંગની દુનિયાથી લઇને હિન્દી ફિલ્મો સુધી તમામને પ્રભાવિત કરનાર મોડલ અને અભિનેત્રી ગૌહર ખાને હવે કોરિયો ગ્રાફર માલ્વીન લુઇસના  પ્રેમમાં હોવાનો ઇન્કાર કર્યો છે. ગૌહરે બીજી વખત આ પ્રકારની અફવાને રદિયો આપ્યો છે. પહેલા પણ આવા હેવાલને રદિયો આપ્યો હતો. ગૌહર ખુબ જ આશાસ્પદ દેખાઇ રહી છે.  તેનુ કહેવુ છે કે તે સેક્સ સિમ્બોલ તરીકેની તેની છાપને જાળવી રાખવા માટે ઉત્સુક છે. આવી છાપને લઇને તે બિલકુલ હેરાન નથી. તેપોતાની કેરિયરમાં ટીવી, થિયેટર અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. દરેક પ્રકારના રોલ પણ તે કરી રહી છે.

 તે એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે લીકથી હટીને રોલ કરવામાં વિશ્વાસ રાખે છે. નિર્ણય લેવામાં પણ તે અન્યો કરતા વધારે સાવધાન રહે છે. સ્વતંત્ર વિચારધારા ધરાવતી ગૌહર મહિલાઓના અસલી સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે. રોકેટ સિંહ ફિલ્મમાં કામ કર્યા બાદ મુંબઇછોડીને થિયેટર શો જંગુરા માટે ગુડગાવ જતી રહી હતી. ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહી હતી. ગૌહર લખનૌ સાથે ખાસ સંબંધ ધરાવે છે. છેલ્લા થોડાક દિવસ પહેલા તે એક ફેશન સાથે સંંબંધિત કાર્યક્રમમાં નજરે પડી હતી. તેનુ કહેવુ છે કે ઉત્તરપ્રદેશ સાથે તેમના ખાસ સંબંધ રહેલા છે.

 લખનૌમાં ગૌહર ખાન નિયમિત રીતે આવતી જતી રહે છે. તે ફેશન અને કોર્પોરેટ સાથે સંબંધિત કામો માટે આવતી રહે છે. તેનુ કહેવુ છે કે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. રોકેટ સિંહ, ઇશ્કજાદે, બદ્રીનાથ કી દુલ્હનિયા અને બેગમજાન જેવી ફિલ્મો કરી ચુકેલી ગૌહરે કહ્યુ છે કે બેગમજાન ફિલ્મને તે વુમન સેન્ટ્રિક તરીકે ગણતી નથી. આ ફિલ્મ ઐતિહાસિક હતી.

Share This Article