દેશમાં લોસભા ચૂંટણી માટે મતદાન જારી છે ત્યારે તમામ પ્રાદેશિક પક્ષો તેમના ટાર્ગેટ પર મક્કમ દેખાઇ રહ્યા નથી. જેના કારણે તેમના ગઠબંધનની હાલત પણ સારી દેખાઇ રહી નથી. એકબાજુ ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાના લોકો ભેગા થયા છે પરંતુ કોંગ્રેસને દુર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંગાળમાં કોંગ્રેસ મમતાની સાથે નથી. મમતા અને અન્ય રાજ્યોના ક્ષેત્રીય પક્ષો તેમની મહત્વકાંક્ષાને છોડી શક્યા નથી. જેથી મહાગઠબંધન પણ ઉત્તરપ્રદેશ સિવાય અન્યત્ર બિનઅસરકારક છે. મોદીને સત્તા પરથી દુર કરવા માટે તમામ રાજકીય પક્ષો એક સાથે આવી રહ્યા છે. જો કે દેશના લોકો તમામ રાજકીય પક્ષોની સ્થિતીને સારી રીતે જોઇ રહ્યા છે.
આ તમામ રાજકીય પક્ષો હાલમાં અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોના ટોપ નેતાઓના ટ્રેક રેકોર્ડ એવા નથી કે જેને વડાપ્રધાન તરીકે દેશના લોકો સ્વીકાર કરી શકે. તેમની દેશમાં એટલી લોકપ્રિયતા પણ નથી. રાહુલ ગાંધી સિવાય અન્ય કોઇ નેતાને દેશના લોકો માહોલ તરીકે મત આપે તેવી સ્થિતી નથી. તમામ નેતા પોત પોતાના પ્રદેશ સુધી મર્યાિદત રહ્યા છે. આનાથી પણ નિરાશાજનક બાબત એ છે કે દરેક ક્ષેત્રીય પાર્ટીના નેતા ખુબ મહત્વકાંક્ષી છે. દરેક નેતા વડાપ્રધાન બનવાના સપના જોવે છે. ચન્દ્રબાબુ નાયડુ અને માયાવતી તો વડાપ્રધાન બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી ચુક્યા છે. કોંગ્રેસને ગઠબંધનમાં સૌથી મોટા પક્ષ તરીકે રહેવાની શક્યતા છે.
જેથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીની દાવેદારી સૌથી મજબુત રહે છે. જા કે રાહુલ ગાંધી હાલમાં સર્વસમંતિની વાત કરી રહ્યા છે. આ વાસ્તવિકતા છે કે મોદી સરકારની કેટલીક નીતિના કારણે જનમાનસમાં નારાજગી છે. મોદીના કરિશ્માની અસર પણ ઓછી થઇ છે. તાજેતરના વિધાનસભા ચૂંટણીના પરિણામ અને પેટાચૂંટણીના પરિણામથી આ બાબત સાબિત પણ થાય છે. ખેડુતો, ભ્રષ્ટાચાર અને વિકાસના નામે પણ કેટલાક લોકો ખુશ દેખાયા નથી. જો કે આ ત્રણેય મુદ્દા મુખ્ય મુદ્દા ચૂંટણીમાં બનનાર છે. યુવા અને શિક્ષિત મતદારો તમામ બાબતોને ધ્યાનમાં લઇને જ મત આપનાર છે.