ગારમેન્ટ-ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂમાં યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા ભારતના યુનિફોર્મ, ગારમેન્ટ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સ ફેર-૨૦૧૯ની ત્રીજી આવૃત્તિ બેંગ્લુરૂ ખાતે આગામી તા. ૮ થી ૧૦મી જાન્યુઆરી દરમ્યાન યોજાશે. જેમાં દેશ-વિદેશના અગ્રણી ઉત્પાદકો, ડીલરો, હોલસેલરો અને રિટેઇલરો ભાગ લેશે. આ ગારમેન્ટ એન્ડ ફેબ્રિક મેન્યફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂના યશવંતપુર રેલ્વે સ્ટેશન નજીક, પીન્યા મેટ્રો સેન્ટર સામે, ડો. પ્રભાકર કોરે કન્વેન્શન સેન્ટર ખાતે સવારે ૧૦થી રાત્રે ૯ વચ્ચે યોજા શે. ત્રણ દિવસના આ મેળાવડામાં કેએલઈ સોસાયટીના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ડો. પ્રભાકર કોરે, મહારાષ્ટ્રના ટેક્સટાઈલ મંત્રી સુભાષ દેશમુખ, રાજ્ય મંત્રી અર્જુન ખોતકર, ભારત સરકારના ટેક્સટાઈલ ડાયરેક્ટર સુશીલ ગાયકવાડ, મહારાષ્ટ્રન ટેક્સટાઈલ મંત્રાલયના સચિવ અતુલ પટણે સહિતના અનેક મહાનુભાવો ખાસ હાજરી આપશે.

મહારાષ્ટ્રમાં ટેક્સટાઈલ કેન્દ્ર સોલાપુરમાં છેલ્લાં બે વર્ષથી મેળાની બે આવૃત્તિ યોજ્યા પછી સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશને હવે મહારાષ્ટ્રને દુનિયાનું યુનિફોર્મ ર્સોસિંગ કેન્દ્ર તરીકે પ્રમોટ કરવા માટે પહેલી જ વાર આ વર્ષે રાજ્યની બહાર મેળો યોજવાનું નક્કી કર્યું છે. યુનિફોર્મ અને ગારમેન્ટ ક્ષેત્રની નામાંકિત બ્રાન્ડ્‌સ મેળામાં ભાગ લેશે. મફતલાલ, યુ કોડ, વાલજી, ક્યુમેક્સ વર્લ્ડ, સંગમ, બોમ્બે ડાઈંગ, સિયારામ્સ યુનિકોડ, સ્પર્શ ફેબ, ઓન્લી વિમલ, વોકી ટોકી જેવી યુનિફોર્મ ફેબ્રિક ઉત્પાદકોની અમુક અવ્વલ બ્રાન્ડ્‌સ આયોજકો સાથે સંકળાઈ છે. સહભાગીઓમાં કોર્પોરેટ જગતનાં અવ્વલ નામોમાં મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, રેમન્ડ, બોમ્બે ડાઈંગ, રણજિત ફેબ્સ લિ., પુષ્પા ટેક્સટાઈલ્સ, જે સી પેસિફિક એપરલ્સ, ઝેવન, ડીએસીઝ, ડીએમ પોઝિયરી, ૧૦ ગ્રામ્સ, ઝૂમ એપરલ્સ વગેરેનો સમાવેશ થાય છે. દરિયાપારના સહભાગીઓમાં યુએસએ, દુબઈ, ઓમાન, નાઈજીરિયા, ઘના, નેપાળ, વિયેટનામ, શ્રીલંકા, કતાર અને સેનેગલનો સમાવેશ થાય છે.

આ મેળામાં બ્રાન્ડ્‌સ, રિટેઈલરો, ડીલરો, ઉત્પાદકો, હોલસેલરો, રિટેઈલ ચેઈન્સ, સેમી- હોલસેલરો, ટ્રેડરો, વિતરકો, ઈ-કોમર્સ એજન્ટો એક છત હેઠળ આવશે. મેળામાં યુનિફોર્મ વેર, પુરુષો, મહિલાઓ અને સ્ત્રીઓનાં વસ્ત્રો, શૂઝ ઉત્પાદકો, મોજાંનાં ઉત્પાદકો, યુનિફોર્મ સંબંધી એસેસરીઝ અને યુનિફોર્મ ફેબ્રિક પ્રદર્શનમાં મુકાશે. ઓનલાઈન નોંધણી માટે સહભાગીઓ સોલાપુર યુનિફોર્મ્સ.કોમ પર વિઝીટ કરી શકે છે. ગારમેન્ટ એન્ડ ફેબ્રિક મેન્યફેક્ચરર્સ ફેર-૨૦૧૯નું લક્ષ્ય ૨૦૨૨ સુધી સોલાપુરમાં ૨૦૦૦ નવાં એકમો ઊપજાવવાનું અને આ પ્રક્રિયામાં આ શહેરને ભારતનું યુનિફોર્મ ર્સોસિંગ કેન્દ્ર બનાવવાનું છે.

સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન આવા મેળાઓનું આયોજન કરવા સાથે કપડાં સીવવા માટે તાલીમ કેન્દ્ર શરૂ કરવાની પણ પહેલ કરે છે, જ્યાં જરૂરતમંદ મહિલાઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. જુલાઈ ૨૦૧૭થી આ કેન્દ્રએ હમણાં સુધી સેંકડો મહિલાઓને તાલીમબદ્ધ કરી છે, જેથી તેઓ વિવિધ ગારમેન્ટ ફેક્ટરીઓમાં નોકરીમાં જોડાઈ છે. સોલાપુર ગારમેન્ટ ઉદ્યોગની સંભાવના જોઈને મફતલાલ ઈન્ડસ્ટ્રીઝે અહીં યુનિફોર્મ ગારમેન્ટ ઉત્પાદન એકમ શરૂ કર્યું છે.  સોલાપુર મુંબઈ, પુણે અને હૈદરાબાદ નજીકનાં એરપોર્ટ હોવા સાથે રેલ અને રસ્તાના નેટવર્ક થકી દેશના અન્ય ભાગો સાથે ઉત્તમ રીતે જોડાયેલું છે અને તે પરિવહન, શ્રમિકો અને કાચા માલોની આસાન ઉપલબ્ધતાને લીધે મહારાષ્ટ્રમાં ગારમેન્ટ ઉદ્યોગ સ્થાપવા માટે ભાવિ રોકાણ સ્થળ તરીકે માનવામાં આવે છે.

Share This Article