અમદાવાદ : વેસ્ટ સેગ્રીગેશન અંગે નાગરિકોને સમજઆપવાની ટ્રીંગરીંગ ઇવેન્ટ બાદ સોમવારથી ગેટ ટુ ડમ્પનો કચરાગાડીઓ અલગ પાડેલો સૂકોઅને ભીનો કચરો લે છે, જોકે આના કારણે સમગ્ર શહેરમાંથી ગેટ ટુડમ્પનો દૈનિક કચરાનું કલેકશન ૩૦ ટકા ઘટ્યું છે. ભીનો-સૂકો કચરો એકત્ર કરવાનીવ્યવસ્થામાં ઉદાસીનતા, સૂકા-ભીના કચરાની અલગ-અલગ ડસ્ટબિનનાગરિકોને નહી અપાતાં નાગરિકોની નારાજગી, તંત્રની પોલીવ્યવસ્થા સહિતના પરિબળો આ માટે જવાબદાર મનાઇ રહ્યા છે. પિરાણા ડમ્પસાઇટ પર દરરોજ૩૭૦૦ મેટ્રિક ટન જેટલો કચરો ઠલવાય છે. આ કચરાને સૂકો અને ભીનો એમ અલગ કરીને છૂટોપાડવામાં આવે તો તેના યોગ્ય પ્રોસેસથી પિરાણા ડમ્પ સાઇટ પર કચરાનું ભારણ ઘટાડીશકાય તેની સાથે-સાથે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશનાં અન્ય શહેરોનીસરખામણીમાં આગળ આવી શકે તેવા આશયથી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આદેશથી ગયારવિવારે તંત્ર દ્વારા મેગા ટ્રીંગરીગ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં લગભગ એક લાખકર્મચારીઓએ ચૌદ લાખ ઘર સુધી પહોંચીને લોકોને સમજ આપી હતી. તંત્ર દ્વારા ભીનાકચરાને વિવિધ એજન્સીઓ દ્વારા પ્રોસેસ કરીને ખાતર તેમજ આરડીએફ બનાવાય છે તેવો દાવોકરાયો છે.
આ પ્રોસેસિંગ હેઠળ દૈનિક ૯૦૦થી ૧૦૦૦ ટન ભીના કચરાને ઉપયોગમાં લેવાઇરહ્યો છે તેમ પણ સત્તાવાળાઓ જણાવે છે, પરંતુ ગેટ ટુડમ્પ પ્રોજેક્ટ હેઠળના આઠ રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન (આરટીએસ) પર ઠલવાતા કચરાનાદૈનિક જથ્થામાં વેસ્ટ સેગ્રીગેશનની અમલવારી પછી ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.વેસ્ટ સેગ્રીગેશનના કારણે દૈનિક ૧ર૦થી ૧રપ મેટ્રીક ટન સૂકો કચરો આરટીએસ સેન્ટર પરઠલવાઇ રહ્યો છે, જેના કારણે મટીરીયલ રીકવરી ફેસીલીટી(એમઆરએફ) સેન્ટરમાં કાર્યરત રેક પીકર્સને રોજગારી ઉપરાંત ઉપયોગી સામાન અન્યત્રવેચાણ કરવા માટે મળી રહ્યો છે, જો કે ગેટ ટુ ડમ્પના દૈનિક ૧૪પ૦મેટ્રીક ટનના જથ્થાને બદલે હવે ૧૦૦૦થી ૧૧૦૦ મેટ્રીક ટન કચરાનો જથ્થો આરટીએસ ખાતેઆવે છે.
ગેટ ટુ ડમ્પના દૈનિક જથ્થામાં ઘટાડો થયા પાછળનું કારણ સ્લમ વિસ્તાર તેમજકોટ વિસ્તારની પોળમાંથી કચરો એકઠો કરવાના મામલે તંત્રની પોકળ પુરવાર થયેલ વ્યવસ્થાછે. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ભાજપના સભ્યોએ કચરો ઉપાડવાની કામગીરી યોગ્ય ન હોવાનીવારંવાર પસ્તાળ પાડી છે, પરંતુ કોટ વિસ્તારમાં કચરો ઉપાડનારકોન્ટ્રાકટરો પાસેથી ભાજપના કેટલાક કોર્પોરેટરોએ પેટા કોન્ટ્રાક્ટ મેળવ્યો હોઇતંત્રનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરતો હોવાના ગંભીરઆક્ષેપ પણ સમયાંતરે થતા રહ્યા છે. જા કે, હજુય લોકોમાંસૂક-ભીના કચરા માટે અલગ-અલગ ડસ્ટબિન તાકીદે વિતરણ કરાય તેવી માંગણી ચાલુ છે.