ગુજરાતમાં 3 ઓક્ટોબરથી નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદમાં મોટા મોટા નવરાત્રી આયજકો દ્વારા શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જાણીતા ગાયકોથી લઈને બોલીવૂડ સેલિબ્રિટીઝનો ગુજરાતમાં જમાવડો રહેશે. ત્યારે ગઈ કાલે 3 ઓક્ટોબર અને પહેલા નોરતે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વેદાંત ગરબા ફિયેસ્ટા 2024નું આયોજન કરવામાં આવ્યું હતુ.
વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત ગરબા ફિયેસ્ટા 2024માં ગાયક હિમાંશુ ત્રિવેદી અને ખેલૈયાઓ સાથે થનગનવા માટે અભિનેત્રી મહિમા મકવાણા વિષેશ ઉપસ્થિત રહી હતી, આ ગરબાનું આયોજન કૃષ્ણ ફાર્મ ખાતે પહેલા નોરતાની રાત્રે કરવામાં આવ્યું હતુ. જેમાં વેદાંત સ્કૂલના બાળકો અને તેમના પેરેન્ટ્સ મન મૂકીને ગરબા ઘૂમ્યાં હતા. એટલું જ નહિ મહિમા મકવાણા સાથે લોકોએ શાનદાર પળો ખુશ થઈ ગયા હતા.
કોણ છે મહિમા મકવાણા?
મહિમા મકવાણા બોલીવુડ અભિનેત્રી છે. તેણે એક બાળ કલાકાર તરીકે ‘હમ તુમ’ અને ‘બાલિકા વધુ’થી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યાં પછી, ‘સપને સુહાને લકડપન’માં સુહાનાની ભૂમિકાથી તેને ઓળખ મળી હતી. ત્યાર બાદ ઘણા ટેલીવિઝન શોમાં તે જોવા મળી હતી. 2021માં મહિમાએ એક્શન થ્રિલર ફિલ્મ ‘અંતિમ’થી મોટા પરડે એન્ટ્રી કરી હતી. તાજેતરમાં જ તે ધર્મા પ્રોડક્શનની સિરીઝ ‘શોટાઈમ’માં નસરુદ્દીન શાહ અને ઇમરાન હાશમી સાથે જોવા મળી હતી.