વડોદરામાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે ત્યારે ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મેચી ગઈ છે. તાલુકા પોલીસની ફરિયાદના આધારે પોલીસે ત્વરિતકાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળે તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે. પોલીસે તેને કબ્જે કરીને હવસખોરોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરામાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે ત્યારે ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મેચી ગઈ છે. તાલુકા પોલીસની ફરિયાદના આધારે પોલીસે ત્વરિતકાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળે તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે. પોલીસે તેને કબ્જે કરીને હવસખોરોની શોધખોળ હાથ ધરી છે. આ કેસ અંગે વડોદરાના સપી રોહન આનંદે જણાવ્યું હતું કે શુક્રવારે મોડીરાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. રેપના આ બનાવ અંગે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 વાગ્યે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે તેની આજુબાજુમાં બેસીને વાત કરતા હતા. આ વિસ્તાર થોડો અવાવર છે. પીડિતાનો મિત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે વખતે રાત્રે 12 વાગ્યાના અરસામાં બે બાઈક પર પાંચ લોકો આવ્યા હતા. જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખ્સ હતા. આ પાંચેય શખસોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી. તેનો પીડિતા અને તેના બોયફ્રેન્ડે પ્રતિકાર કર્યો હતો, તેના લીધે આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા. આરોપીઓ હિન્દી-ગુજરાતી બન્ને ભાષામાં વાતો કરતા હતા.
પાંચ આરોપીમાં બે સગીર હતા અને તે બન્ને અભદ્ર ભાષામાં વાત કરીને જતા રહ્યા હતા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નિકળી ગયા હતા. પીડિતા પછી સંતુલિત થઈ મિત્ર સાથે પોલીસને જાણ કરી તો તે પણ ત્યાં પહોંચી. ઘટનાસ્થળને પહેલા કોર્ડન કરવામાં આવ્યું છે. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળી ગયા છે. આ જગ્યા પર ઘણું અંધારૂ હતું. દિવસમાં પણ આ વિસ્તાર અવાવરુ હોય છે. પોલીસે જણાવ્યું હતું કે સગીરા પર રેપ થયો હોવાથી ગુનેગારો પર પોક્સો લાગશે તે નક્કી છે. પીડિતા પાસેથી તેમનુ વર્ણન મેળવાયું છે. ટૂંક સમયમાં ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. પોલીસે આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ લેવા માંડ્યા છે. જિલ્લા પોલીસ વડા રોહન આનંદે ઉમેર્યુ હતું કે ગુનેગારોને પકડવા માટે જિલ્લા પોલીસતંત્રની એલસીબી, એસઓજી તેમજ શહેર પોલીસતંત્ર મળીને પાંચ ટુકડી કામે લાગી ગઈ છે. તેમણે ગુનેગારોને ટૂંક સમયમાં પકડી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.