લખનૌ : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાનની વચ્ચે અલવર ગેંગ રેપને લઈને રાજકીય ગરમી વધી ગઈ છે. ગેંગ રેપના મામલા પર મૌન રહેવા બદલ બસપના વડા માયાવતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આકરા પ્રહાર બાદ માયાવતીએ વળતો જવાબ આપ્યો છે. માયાવતીએ નિવેદન જારી કરતા કર્યું છે કે, યોગ્ય કાર્યવાહી નહીં થવાની સ્થિતિમાં નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુજરાતના ઉના કાંડ અને રોહિત વેમુલા મામલાને લઈને આક્ષેપો કર્યા હતા. મોદીએ આજે કુશીનગરમાં નિવેદન કરતા રાજસ્થાન સરકારને ટેકો પરત લેવા માટે માયાવતીને પડકાર ફેક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, બસપના સહકારથી ચાલી રહેલી રાજસ્થાનની કોંગ્રેસ સરકારથી તરત જ માયાવતીએ ટેકો પાછો ખેંચી લેવા જોઈએ.
દલિત મહિલા સાથે થયેલા સામુહિક બળાત્કારના મામલામાં મોદીએ ઘૃણાસ્પદ રાજનીતી કરવી જાઈએ નહીં. માયાવતીએ કહ્યું હતું કે, જો અલવર મામલામાં ત્યાની સરકાર કોઈ કઠોર કાર્યવાહી નહીં કરે તો ચોક્કસ પણે પાર્ટી નિર્ણય લેશે. કોંગ્રેસ પાર્ટીનો સામનો કઈ રીતે કરવામાં આવે તે બાબત બસપ સારી રીતે જાણે છે. મોદીની ટિપણી પર માયાવતીએ ગુજરાતના ઉના દલિત કાંડ, રાહિત વેમુલા કાંડ સહિત દલિતો પર થઈ રહેલા અત્યાચારના મુદ્દા પર મોદી પર પ્રહાર કર્યા હતા. સાથે સાથે મોદીના રાજીનામાની માંગ પણ કરી હતી. આક્ષેપ બાજીનો દોર છઠ્ઠા તબક્કામાં આજે તીવ્ર બન્યું છે. દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલામાં રાજનીતી તીવ્ર બની રહી છે.
માયાવતીએ કહ્યું હતું કે, ભાજપની સરકારો દ્વારા જ્યા દલિતો સામે અત્યાચાર થઈ રહ્યા છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી નથી. માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો સામનો કરવા માટે તેમની પાર્ટીની યોજના તૈયાર છે. રાજસ્થાન જ નહીં બલકે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસનો સામનો કરકવાની યોજના તૈયાર થઈ ચુકી છે. સમય આવશે ત્યારે યોજનાને અમલી કરવામાં આવશે. પરંતુ ભાજપે આવા મામલામાં બંધાણરીય અધિકારોને અમલી બનાવવા જાઈએ. સાથે સાથે ઘૃણા માટેની રાજનીતી રમવી જાઈએ નહીં. અલવર ગેંગ રેપના મામલાથી દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પતિની હાજરીમાં જ ગેંગ રેપની આ ઘટના ૨૬મીના એપ્રિલના દિવસે બની હતી. એ દિવસે પતિ અને પÂત્નને રસ્તામાં રોકવામાં આવ્યા હતા અને એક સુમસામ જગ્યા પર લઈ જઈને ગેંગ રેપ ગુજારવામાં આવ્યો હતો. આરોપીઓએ અપરાધનો વિડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.