ગણેશ ઉત્સવ ધુમ વચ્ચે શાહે સિદ્ધિ વિનાયકમાં કરેલ પુજા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ : કેન્દ્રિય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરમાં પહોંચીને ખાસ પુજા કરી હતી. તેમની સાથે પરિવારના સભ્યો પણ પહોંચી ગયા હતા. તેમની સાથે પરિવારના અન્ય લોકો પણ રહ્યા હતા. ગણેશ ઉત્સવની ધુમ મુંબઇમાં જોવા મળી રહી છે ત્યારે અમિત શાહ સવારે સિદ્ધિ વિનાયક મંદિરમાં પહોંચી ગયા હતા. તેમની સાથે મહારાષ્ટ્રના પ્રધાનો પણ રહ્યા હતા.

અમિત શાહના આગમન પહેલા જ મંદિરમાં તેમના આગમનને લઇને તમામ તૈયારી કરવામાં આવી હતી. અમિત શાહે મદિરમાં ખાસ પુજા કરી હતી. અમિત શાહ થોડાક સમય સુધી મંદિર સંકુલમાં રોકાયા હતા. સાથે સાથે મંદિરના વરિષ્ઠ લોકો સાથે વાતચીત કરી હતી. અમિત શાહ ગઇકાલે સિલવાસામાં હતા. મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂટણીને લઇને અમિત શાહ હવે તમામ તૈયારીમાં લાગી ગયા છે. અમિત શાહ એકપછી એક બેઠક કરી રહ્યા છે.

દિલ્હી અને મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં ચૂંટણીને લઇને શાહ તૈયારી કરી રહ્યા છે. અમિત શાહના કેટલાક કાર્યક્રમ પણ રહેલા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઇ પહોંચી રહ્યા છે. હવે મોદી સહિતના ભાજપના નેતાઓએ મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. અમિત સાહ અને મોદી હવે અન્ય કેટલીક વખત પણ મુંબઇ પહોંચીને સભા કરી શકે છે. આની શરૂઆત થઇ ચુકી છે. મોદી મહારાષ્ટ્રમાં સભા કરી રહ્યા છે.

Share This Article