૫૧ વર્ષીય ગણેશ આચાર્યએ ૯૦ના દાયકાની શરૂઆતમાં કોરિયોગ્રાફર કમલજીના સહાયક તરીકે શરૂઆત કરી હતી. તેણે ૧૯૯૨માં તેની પ્રથમ ફિલ્મ ‘અનમ’માં અભિનય કર્યો હતો, પરંતુ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘લજ્જા’ના ‘બડી મુશ્કિલ’ ગીતને કોરિયોગ્રાફ કરીને પ્રસિદ્ધિ મેળવી હતી. કોરિયોગ્રાફીની સાથે તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બૉલિવૂડ એકટોર્સને પોતાનાં ઈશારો પર નચાવતો કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસમાં જામી મળી ગયા છે. મુંબઇની મેજિસ્ટ્રેટ કોર્ટે આ જામીન આપી દીધા છે. આ કેસ વર્ષ ફેબ્રુઆરી ૨૦૨૦ છે. એક મહિલા ડાંસર દ્વારા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ જાતીય સતામણી કેસમાં (એફ.આઈ.આર) દાખલ કરવામાં આવી હતી જે બાદ પોલીસે કોરિયોગ્રાફર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ગુરુવારે (૨૩ જૂન)નાં કોર્ટ સમક્ષ રજૂ થયો હતો. જે બાદ તેણે આ મમલે જામીન આપતાં કોર્ટને રાહત આપી દીધી છે. ગણેશ આચાર્ય પર મહિલાએ ફેબ્રુઆરી વર્ષ ૨૦૨૦માં સેક્સ્યુઅલ હેરેસ્મેન્ટ કેસનો કેસ દાખલ કરાવ્યો હતો. અને આ મામલામાં મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૯-૧૦માં જ્યારે પણ તે ગણેશ આચાર્યની ઓફિસે તેને મળવા માટે જતી ત્યારે તેણે તેને અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ કર્યું અને તેનો વિરોધ કરવા બદલ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. આ સાથે મહિલાએ જણાવ્યું કે આ કારણથી ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશન દ્વારા છ મહિના પછી તેની સદસ્યતા પણ સમાપ્ત કરી દેવામાં આવી હતી. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ગણેશ આચાર્યએ અન્ય પણ ઘણી મહિલાઓનું યૌન શોષણ કર્યું છે. ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦નાં અંધેરીમાં ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશન માટે એક સમારંભ દરમિયાન બે અન્ય લોકોની સાથે મળી તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી.
આ વર્ષે એપ્રિલમાં, મુંબઈ પોલીસે ગણેશ પર અન્ય આરોપો ઉપરાંત જાતીય સતામણી અને વ્યુરિઝમનો આરોપ મૂક્યો હતો. આ કેસમાં ગણેશ આચાર્યની ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી. ગુરુવારે (૨૩ જૂન) મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા બાદ તેને જામીન આપવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે કલમ ૩૫૪-A, ૩૫૪-C, ૩૫૪-Dઅને કલમ ૫૦૬ અને ૫૦૯ હેઠળ કેસ નોંધ્યો છે. જો કે, કોરિયોગ્રાફરે તેના પર લાગેલા આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.