તુર્કીમાં થયો ગમખ્વાર અકસ્માત, સામ સામે કાર અથડાતા ૪ ગુજરાતીઓના મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દેશ-દુનિયામાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના તુર્કીમા બની છે. મૂળ ગુજરાતના ૪ વિદ્યાર્થીઓના તુર્કી કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં મોત નિપજ્યા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ના ભાગ્રોડિયા ગામ ની યુવતીનું પણ મૃત્યુ નિપજ્યુ છે.

મળતી માહિતી અનુસાર બે કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃત પામેલા ૪ ગુજરાતીઓ હોટેલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરવા માટે તુર્કી ગયા હતા. ગમખ્વાર અકસ્માતમાં મૃત પામેલા વિદ્યાર્થીઓના નામ અંજલી મકવાણા. પ્રતાપ કારાવદરા. જયેશ અગાથ અને હીના પાઠક છે. તુર્કી કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના મૃતદેહોને વહેલી તકે વતન લવાય તેવી માંગ કરવામાં આવી છે.

Share This Article