2018 માં નહિ આવે પ્રખ્યાત સિરીઝ “ગેમ ઓફ થ્રોન્સ”

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

“ગેમ ઓફ થ્રોન્સ” એક બહુચર્ચિત અને પ્રખ્યાત સિરીઝ છે જેની લોકપ્રિયતા ભારત સાથે અમેરિકા, યુ કે, યુરોપ, અને ઓસ્ટ્રેલિયા માં પણ ખુબજ છે. તેના દર્શકો માટે થોડા ખરાબ સમાચાર એ છે કે તેનો ફાઇનલ સિરીઝ નો ટેલિકાસ્ટ આ વર્ષે નહિ થઇ શકે. તેની સિરીઝ નું ફાઇનલ સિઝન નો ટેલિકાસ્ટ 2019 ના વર્ષ માં આવશે જેમાં પુરી વાર્તા નું કન્કલુઝન આપવા માં આવશે,

ગેમ ઓફ થ્રોન તેના કોન્સેપટ, સિનેમેટોગ્રાફી અને કલાકારો ના બોલ્ડ અંદાજ માટે જાણીતું છે. તેની વિઝયુઅલ ઈફેક્ટ પણ લાજવાબ છે. આ સિરિયલ અત્યાર સુધી ના બધા જ રેકોર્ડ (ટી આર પી) તોડી અને સૌથી વધુ જોવાતી અને ચર્ચાતી સિરિયલ બની ગઈ હતી. તેની થીમ પાર ઘણા રેસ્ટોરન્ટ, ઇવેન્ટ અને સ્ટેજ શૉ દુનિયા ભાર માં યોજાયા હતા.

cq5dam 1.web .1200.675

સરળતા થી સમજવું હોય તો ગેમ ઓફ થ્રોન એ હોલીવુડ ની બાહુબલી છે, જે રીતે બાહુબલી ના પ્રથમ સીઝન ના રેકોર્ડ પરફોર્મન્સ પછી એક વર્ષ બાદ બીજો ભાગ રિલીઝ કરાયો હતો અને તેને પણ જનતા એ હાથો હાથ વધાવી હતી. તેવીજ રીતે હોલીવુડ માં આ વેબ સિરીઝ ની આતુરતા થી રાહ જોવાઈ રહી છે. આશા રાખીયે કે 2019 માં તેના રેકોર્ડ બ્રેકીંગ વ્યૂઅર જળવાય છે કે નહિ.

ગયા ગુરુવારે HBO એ જણાવ્યું હતું કે “ગેમ ઓફ થ્રોન” નો ફાઇનલ સિરીઝ ને D.B. Weiss, David Nutter અને Miguel Sapochnik ડાઈરેક્ટ કરશે।

Share This Article