તમિળનાડુમાં ચક્રવાતી તોફાન ગાજાના કારણે ભયંકર તબાહી થઇ છે. રાજ્યમાં હજુ સુધી ૯૦૦૦૦થી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતી તોફાન સાથે સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થઇ ગયા છે અને અનેક લોકો લાપત્તા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં તોફાનના લીધે મકાનોને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. વરસાદના લીધે ત્રીચીમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મોબાઇલ સિગ્નલો પણ ખોરવાઈ ગયા છે. વાવાઝોડાના પરિણામ સ્વરુપે મીઠાના ઉત્પાદનને પણ માઠી અસર થઇ છે. ચક્રવાતી વાવાઝોડાની સાથે સાથે નીચે મુજબ છે.
- તોફાન ગાજાના કારણે તમિળનાડુમાં ફરીએકવાર ભારે નુકસાન
- ૯૦ હજારથી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેવામાં આવ્યા
- તોફાનની સાથે સાથે ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું
- અનેક જિલ્લાઓમાં મોબાઇલ સિગ્નલ ઠપ થતાં લોકોને મુશ્કેલી નડી
- પલાનીસામીના કહેવા મુજબ ૪૭૧ સરકારી રાહત કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે જેમાં ૮૧૯૪૮ લોકોને હાલમાં રાખવામાં આવ્યા છે
- ગાજાના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે અને ઘણા લોકો લાપત્તા છે
- નાગાપટ્ટીનમમાં સૌથી વધારે નુકસાન થયું છે
- માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવમાં આવ્યું છે
- મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયા અને ગંભીરરીતે ઘાયલ થયેલા લોકોને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ
- સ્થિતિને સામાન્ય બનાવવા કામગીરી ચાલી રહી છે
- કેન્દ્ર સરકાર દ્વારા પણ તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી
- ગૃહમંત્રી રાજનાથસિંહની તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસામી સાથે ફોન પર વાતચીત