ગગન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યુગાન્ડામાં યોગા કરી ગુજરાતીઓને યોગ કરવાનો સંદેશો આપ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આજે આખું વિશ્વ યોગમય બન્યું હતું. ગામથી લઈ શહેર, શહેરથી લઈને રાજ્ય અને રાજ્યથી લઈ દેશ અને વિદેશમાં યોગના કાર્યક્રમો થયા હતા. યોગ જીવનમાં હેલ્થરૂપી ક્રાંતિનો સંચાર કરે છે અને આઆપણાં જીવનના અમૂલ્ય વર્ષોમાં વધારો કરે છે. યોગના આ મહત્વને ધ્યાનમાં રાખીને હેરિટેજ ઇન્ફ્રાસ્પેસના ફાઉન્ડર ડીરેક્ટર ગગન ગોસ્વામીએ યુગાન્ડામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. ખૂબ જ ઉત્સાહ પૂર્વક તેમણે યોગા કર્યા હતા અને લોકોને યોગા કરવાનો અને નિરોગી રહેવાનો મેસેજ આપ્યો હતો.

તેમણે યુગાન્ડાથી યોગના મહત્વ વિશેનો મેસેજ આપતા વધુમાં જણાવતાં કહ્યું કે,
યોગ એ માત્ર શરીરને જ નહીં પરંતુ મન અને ભાવનાને પણ પ્રફુલ્લિત કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વભરમાં યોગને લોકપ્રિય બનાવવામાં અને લોકોને પ્રાચીન ભારતીય પરંપરાનો લાભ આપવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. યુગાન્ડામાં યોગ કરવાના અનુભવને પણ તેમણે શ્રેષ્ઠ ગણાવ્યો હતો.

Share This Article