અમેરિકામાં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીનમા વૈજ્ઞાનિક હવે એવી વ્યવસ્થા વિકસિત કરી રહ્યા છે જેમાં ભવિષ્યના સ્માર્ટ હોમ આપની એક્ટિવિટી મુજબ કામ કરી શકશે. સાથે સાથે આપની એક્ટિવિટી મુજબ એડડસ્ટ પણ થઇ જશે. આ તબાબ બાબતો દિવાળો અને ફર્શમાં કેટલાક નાના નાના સેન્સર્સના કારણે શક્ય બની શકશે. આ સિસ્ટમ બિલ્ડિંગમાં થનાર વાઇબ્રેશન સાઉન્ડસ અને લોકો અને પ્રાણીઓના મુવમેન્ટને સરળતાથી ઓળખી શકશે. ફ્યુયરની ટેકનોલોજી લોકોને વધારે સુવિધા આપી શકશે. અલબત્ત આ સુવિધા હાંસલ કરવા માટે કેટલાક નાણાં પણ ખર્ચ કરવા પડશે. જા કે તે વધારે આરામદાયક લોકોની લાઇફને બનાવી દેશે. ભવિષ્યના સ્માર્ટહોમમાં સેન્સર્સ લાગેલા રહેશે.
બીજી બાજુ આઇઆઇટી હૈદરાબાદના શોધ કરનાર નિષ્ણાંતોએ નવી ટેકનોલોજી વિકસિત કરી લીધી છે. આ લોકોએ સ્માર્ટ ફોન આધારિત સેન્સર વિકસિત કરવામાં સફળતા મેળવી છે. આ સેન્સર મશીન લર્નિગ એગોરિધમની મદદથી દુધની એસિડીટી મુજબ રંગમાં થનાર ફેરફારના આધાર પર ફેરફારને શોધી કાઢશે. દુધની બાયોફિજિકલ પ્રોપર્ટી જેમ કે એસિડીટી , ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવીટી તેમજ રેફરેક્ટિવ ઇન્ડેક્સમાં થનાર ફેરફારોની મદદથી દુધમાં પાણીનુ પ્રમાણ કેટલુ છે તે જાણી શકાશે. બીજી બાજુ ભવિષ્યમાં રોબોટ વધારે સક્રિય થનાર છે. જાપાનમાં તો પહેલાથી જ રોબોટ કામ કરી રહ્યા છે. ઓસાકા યુનિવર્સિટીના શોધ કરનાર લોકોનુ કહેવુ છે કે રોબોટને હવે વધારે સેવાભાવિ બનાવી દેવા પર કામ થઇ રહ્યુ છે. રોબોટને વધારે એક્સપ્રેસિવ બનાવી દેવામાં આવનાર છે. જેથી મશીન ઇમોશનલ બાબતોને વધારે સારી રીતે સમજી શકશે. તેમાં ફેશિયલ મુવમેન્ટસની ઓળખ અને ગણના કરવામાં આવનાર છે. શોધ કરનાર લોકોએ થ્રી ડાયમેન્શનલ મુવમેન્ટને ગણવા માટે ૧૧૬ જુદા જુદા ફેશિયલ પોઇન્ટસની શોધ કરી લીધી છે.
નવા ફેબ્રિક્સ ચાર્જને સ્ટોર કરી શકાશે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ મૈસાચ્યુસેટ્સના વૈજ્ઞાનિકોએ ફેબ્રિક્સ ચાર્જ સ્ટોર કરવાની રીત શોધી કાઢી છે. તેમાં માઇક્રો સુપર કૈપાસિટર અને પોલિમર ફિલ્મની સાથે કન્ડક્ટીવ થ્રેડ્સ કમ્બાઇન હોય છે. તેમા ટેક્સટાઇલ બેકિંગ પર એલાઇન્ડ ઇલેક્ટ્રોડ્સના ફ્લેક્સિબલ જાળ તૈયાર કરવામાં આવે છે. અન્ય એક નવી શોધ પણ થઇ રહી છે.અન્ય એક નવી શોધ પણ થઇ રહી છે. જેના ભાગરૂપે સુંઘીને વિસ્ફોટકોની માહિતી મેળવી લેનાર શ્વાનના બદલે રોબો નોઝ આવી જશે. અમેરિકામાં વૈજ્ઞાનિકો દ્વારા આ નવી શોધ કરવામાં આવી છે. જેના ભાગરૂપે કૃત્રિમ રોબોટ નોજ વિકસિત કરવામાં આવ્યા છે. જે જીવિત ઉંદરોની કોશિકા મારફતે તેયાર કરવામા ંઆવ્યા છે. તે નારકોટિક્સ અને વિસ્ફોટકોને શોધી કાઢવામાં ઉપયોગ કરવામાં આવતા શ્વાનની જગ્યાએ ઉપયોગ કરી શકાશે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવારમાં એક અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી દીધી છે. અમેરિકાના સંશોધકો અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કેન્સરના સેલને લેબમાં જીવીત રાખી શકાય છે. આ શોધથી એવી નવી આશા જાગી છે કે આવનાર સમયમાં તબીબો જીવલેણ કેન્સરની સારવાર વધુ સરળ અને અસરકારક રીતે કરી શકશે. આ શોધથી એવી બાબત પણ સાબિત થઈ છે કે આવનાર સમયમાં તબીબો પહેલાં વેબમાં વ્યક્તિના પોતાના ટ્યુમર સેલ ઉપર કેન્સરની દવાઓના ટેસ્ટ કરી શકશે.
ત્યારબાદ કામચલાઉ થેરાપી સાથે દર્દીને સારવાર આપવાની પ્રક્રિયા શરૂ થશે. વૈજ્ઞાનિકોની આ સફળતાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. કારણ કે હજુ સુધી વૈજ્ઞાનિકો લેબમાં લાંબા સમય સુધી કેન્સરના સેલને જીવીત રાખવામાં સફળ રહ્યા ન હતા. તબીબોનું કહેવું છે કે રોગની સારવાર માટે નવી આશા જાગી છે. તબીબો વ્યક્તિના પોતાના ટ્યુમર સેલ ઉપર દવાના પરીક્ષણ બાદ જા સારવાર શરૂ કરશે તો વધારે ફાયદો થશે તેમ પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના લોમ્બાર્ડી કમ્પ્રેહેન્સીવ કેન્સર સેન્ટરના પેથોલોજી વિભાગના ચેરમેને કહ્યું છે કે આ નવી શોધ ઉપયોગી સાબિત થશે. તેમના પોતાના ટિસ્યુથી જ થેરાપી શરૂ થશે. ખાસ દર્દીમાંથી સામાન્ય ટિસ્યુ અને ટ્યુમર ટિસ્યુ મેળવવામાં આવશે અને ત્યારબાદ થેરાપી હાથ ધરવામાં આવશે.