રિટેલ ગેમ ચેન્જર ફ્યુચર ગ્રૂપની જનરલ ઇન્સ્યોરન્સ શાખા ફ્યુચર જનરલ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (એફજીઆઈઆઈ) અને ગ્લોબલ ઇન્સ્યુરર જનરલીએ આજે તેમની ‘એફજી ઇન્સ્યોર’ નામની ગ્રાહક એપ લોન્ચ કરી છે, જેમાં ગ્રાહકો વીમા પોલિસીનું સંચાલન, ખરીદી, નવીનીકરણ (રિન્યુ) કરી શકે છે અને એપ્લિકેશનના માધ્યમથી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દાવાની અને તેની પતાવટની કાર્યવાહી શરૂ કરી શકે છે.
આ એપ્લિકેશનમાં એક સર્વગ્રાહી સુખાકારી કાર્યક્રમનો સમાવેશ થાય છે જે પર્સનલ રેકોર્ડ્ઝ રાખતા આરોગ્ય પોર્ટલના માળખાની જેમ હોય છે. તે વર્ક આઉટના ધ્યેય પણ નક્કી કરે છે, તમારા આરોગ્ય પરિમાણોન પણ ટ્રેક કરે છે, તમારા સ્વાસ્થ્ય જોખમોનું પણ સંચાલન કરે છે અને તમને યોગ્ય સલાહ સૂચન પણ આપે છે. વધારામાં આ એપમાં તમે તેના ‘ડૉક્ટર સાથે ચેટ કરો’ સુવિધા અંતર્ગત ડૉક્ટરની સલાહ લેવાની મંજૂરી પણ આપી છે.
આ લોન્ચ અંગે બોલતા ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર કે. જી. ક્રિષ્નામૂર્થી રાવે જણાવ્યું હતું કે, “ભારત ડિજીટલ વેવને આવકારી રહ્યું છે. તેથી એફજીઆઈઆઈમાં અમે અમારા ગ્રાહકોને એવા નવા ઉકેલ આપવા સતત પ્રયત્નશીલ છીએ જે તેમને સગવડ આપી શકે. આ એપ ગ્રાહકોને પોતાની માહિતી અપડેટ કરવાની તેનું યોગ્ય સંચાલન કરવાની નવી પોલિસી ખરીદવાની કે જૂની પોલિસી રિન્યુ કરવાની, વીમાના દાવાની શરૂઆત કરવાની, પોલિસી સંબંધિત બીન નાણાકીય માહિતી અપડેટ કરવાની ક્ષમતા આપે છે.”
આ ઍપ આઈઓએસ અને એન્ડ્રોઇડ એમ બંને ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે. એફજીઆઈઆઈ દ્વારા ઓફર કરવામાં આવતી દરેક જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી તેમાં મોજૂદ છે. અમારા નવ ને મોજૂદા બંને ગ્રાહકો તેમના મોબાઇલ નંબર દ્વારા આ ઍપમાં લોગ ઇન કરી શકે છે.
એપ્લિકેશનની મહત્ત્વની સ્વ સેવા સુવિધાની વિશિષ્ટતા નીચે મુજબ છે.
- ગ્રાહકોને પોલિસી ખરીદવાની, રિન્યુ કરવાની અને ક્લેમ (દાવો) નોંધાવવાની સરળતા
- દાવો નોંધાવવા માટે જરૂરી દસ્તાવેજો, વીડિયો અને ફોટો અપલોડ કરવાની સુવિધા
- ઍપ દ્વારા ઓફર કરવામાં આવેલો સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રોગ્રામ
- ગ્રાહકો પોલિસીને લગતી નોન ફાયનાન્શિયલ માહિતી પણ અપડેટ કરી શકે છે.