તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમા જાણવા મળ્યુ છે કે ફર્ટાિલટીના ઇન્જેક્શન બાળકોમાં જન્મની ખામી રાખવામાં ભુમિકા ભજવે છે. ફર્ટિલિટી ઇન્જેક્શનના સીધા સંબંધ બાળકોમાં જન્મની ખામી સાથે સંબંધિત છે. નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. ૩૦૦૦૦૦થી વધુ બાળકોને આવરી લઈને એડિલેડમાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાળવા મળ્યું છે કે ફર્ટિલિટીની સારવારથી જન્મ પામેલા બાળકોમાં જન્મવેળા જ ખામીનો ખતરો વધારે રહે છે. જે પુરુષો પિતા બની શક્યા નથી. તે પુરુષો માટે આ અભ્યાસના તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્રિટનના જાણિતા અખબાર ડેલી ટેલિગ્રાફે અભ્યાસને ટાંકીને જણાવ્યું છે કે ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન (આઈસીએસઆઈ)ના પરિણામ સ્વરૂપે જન્મ લીધેલા બાળકોમાં ખતરો વધારે રહે છે. આ વ્યવસ્થામાં સિગલ સ્પર્મ ઇંડામાં સીધી રીતે ઠાલવવામાં આવે છે.
આઈસીએસઆઈમાં ઇમ્બ્રાયોલોજિસ્ટ ઇંડામાં સીધી રીતે સ્પર્મ ઇન્જેક્શન મારફતે મોકલે છે. અને અંદર આ સ્પર્મ જમા થાય છે. આનો મતલબ એ થયો કે ખામીની સંભાવના વધી જાય છે. જો કે સંશોધકોએ કહ્યું છે કે આઈસીએસઆઈ ટેકનીકના કારણે ખતરો વધારે કેમ છે તેને લઈને કોઈ નક્કર તારણ જાણી શકાયા નથી. કેટલાકનું કહેવું છે કે પુરુષો ખૂબ જ તીવ્ર સ્પર્મ ડેમેજથી ગ્રસ્ત હોય છે. આવી સ્થિતિમાં ખામી રહેવાનો ખતરો રહે છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પરંપરાગત ઇનવિટ્રો ફર્ટિલાઇજેશન (આઈવીએફ)ની સારવારથી જન્મની ખામીઓનો જોખમ વધી જતો નથી. આઈવીએફ સારવારમાં એક ડીશમાં સ્પર્મ અને એગ્ઝ ભેગા કરવામાં આવે છે અને ફર્ટિલાઈજેશન માટે પોતાની રીતે સ્પર્મ ઇંડાને તોડે છે. સંશોધકોએ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જન્મ લીધેલા ૩૦૮૦૦૦ બાળકોની ચકાસણી કરી હતી. અભ્યાસની પ્રક્રિયા ૧૮ વર્ષ સુધી ચાલી હતી. જન્મની ખામીઓ સાથે સંબંધિત આ પ્રથા સાથે કેટલાક તબીબો સહમત નથી.