અમદાવાદ : એપ્રિલિયાની ડિઝાઈન્ડ ફોર રેસર્સ બટ બિલ્ટ ફોર રાઈડર્સની ફિલસૂફી સાથે તેની અદભૂત ટેક્નોલોજી અને બિનસમાધાનકારી ભાવનાને ટ્રેક પરથી રોડ પર લઈ આવતાં પિયાજિઓ ઈન્ડિયાએ ભારતમાં આશાસ્પદ અને સ્ટાઈલિશ એપ્રિલિયા સ્ટોર્મ લોન્ચ કર્યું છે. તેના નામને સાર્થક કરતાં અને હાઈ પાવર્ડ ૧૨૫ સીસી થ્રી વાલ્વ એન્જિનથી સજ્જ સ્ટોર્મ યુવાનોને આકર્ષે છે. પ્રયોગાત્મક એપ્રિલિયા તેના વર્ગમાં શ્રેષ્ઠ પાવર, પરફોર્મન્સ અને પ્રીમિયમ રાઈડિંગ અનુભવ પૂરો પાડે છે. એપ્રિલિયા પરિવારનો નવો સભ્ય મેટ યલો અને મેટ રેડ જેવા બે વિશિષ્ટ રંગોમાં આવે છે અને બોલ્ડ ગ્રાફિક્સ તેને વધુ આકર્ષક બનાવે છે, જે રેસિંગ બ્રાન્ડના ભવ્ય ઈટાલિયન વારસા, ચેમ્પિયન ડીએનએ અને ડિઝાઈનને સફળતાપૂર્વક એકબીજામાં ગૂંથે છે એમ પિયાજિઓ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી ડિયેગો ગ્રેફીએ જણાવ્યું હતું.
એપ્રિલિયા સ્ટોર્મ પરના લાક્ષણિક, આક્રમક અને બોલ્ડ ગ્રાફિક્સનો આશય કલ્પનાશીલ, ફેશનેબલ અને સામાજિકરૂપે જાગૃત જનરેશન ઝેડને આકર્ષે છે તેમજ યોગ્ય રીતે બ્રાન્ડ એપ્રિલિયાની ડિઝાઈનને પ્રતિબિંબિત કરે છે. ઓટોમેટિક સ્કૂટર ૧૨ ઈંચના પહોળા ટેરેઈન ટાયરથી સંતુલિત બને છે, જે તેને મજબૂત બનાવે છે. તેના શિલ્ડમાં સ્પોર્ટી હેન્ડલબાર, લાઈટ યુનિટનો સમાવેશ થાય છે અને આ બધા ઉપરાંત આગળના વ્હિલ પર ઉપસી આવેલી ચાંચ જેવો આકાર પાવરફૂલ સ્કૂટરના આગળના ભાગને લાક્ષણિક બનાવે છે. તેની સીબીએસ સિસ્ટમ આગળ અને પાછળના વ્હિલ્સને પ્રમાણસર બ્રેક વિતરણ પૂરા પાડે છે, જેથી વાહનની સ્થિરતામાં વધારો થાય છે. એપ્રિલિયા સ્ટોર્મ રૂ. ૬૫,૦૦૦ (એક્સ શોરૂમ પૂણે)ની આકર્ષક કિંમતે રજૂ કરે છે.
સ્ટોર્મના લોન્ચિંગ અંગે ટીપ્પણી કરતાં પિયાજિઓ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી ડિયેગો ગ્રેફીએ જણાવ્યું હતું કે, ભારતમાં લાંબા સમયથી રાહ જોવાતી હતી તે એપ્રિલિયા સ્ટોર્મ લોન્ચ કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. તેના રેસિંગ વારસા માટે જાણીતી એપ્રિલિયા ડિઝાઈન માટે અત્યાધુનિત ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને દેશના યુવાનો માટે પ્રીમિયમ પ્રોડક્ટ્સ બનાવે છે, જે એપ્રિલિયા બ્રાન્ડની સાચી લાક્ષણિક્તા પ્રતિબિંબિત કરે છે. સ્ટોર્મ વાયબ્રન્ટ રંગો, વિશિષ્ટ ડિઝાઈનના પહોળા ટેરેઈન ટાયર્સ સાથે આકર્ષક બાહ્ય થીમ ધરાવે છે અને તે ૧૨૫ સીસી એન્જિન તેમજ તેને ખાસ બનાવતી કસ્ટમાઈઝેશન એસેસરીઝથી સજ્જ છે.