આજથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહારાષ્ટ્રીય સમાજનાં શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશે
અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ લોકસભા ચૂંટણીને લઇને ભાજપની રિવ્યૂ બેઠક પણ આ પ્રવાસ દરમિયાન યોજવાના છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જીત બાદ અમિત શાહ પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આજે રાત્રે જ ગુજરાત આવી જાય તેવી શક્યતા છે. જાે કે તેઓ આવતીકાલથી બે દિવસ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અમિત શાહના આવતીકાલના તમામ કાર્યક્રમો શિક્ષણ લક્ષી છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજ રહે છે. ત્યારે આ મહારાષ્ટ્રીય સમાજનો આવતીકાલે એક શતાબ્દી કાર્યક્રમ છે.જેમાં અમિત શાહ હાજરી આપવાના છે. ત્યાર બાદ અમિત શાહ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં પણ હાજર રહેશે. એડવાન્સ ઈન એન્યુરોલોજી સંમેલનમાં પણ અમિત શાહ હાજરી આપશે. તો આ સિવાય ગાંધીનગર લોકસભાને લઇને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે.

Share This Article