વ્યાસનો વાક્ વિલાસ એ વાણીનું ઐશ્વર્ય,માધુર્ય અને વૈભવ છે.
સાતમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે ગઈ કાલે આપણે વ્યાસવિલાસ વિશે થોડા સૂત્રો જોયા.ભાગવતના એકાદશ સ્કંધમાં જ્ઞાનવિલાસ,ભક્તિવિલાસ,કર્મવિલાસ પણ દેખાય છે અને વ્યાસનો એક વાગ્ વિલાસ-વાણીનો વિલાસ નહીં પણ વાણીનો વૈભવ,ઐશ્વર્ય અને માધુર્ય દેખાય છે.ક્યારેક એશ્વર્ય પ્રગટ થાય અને માધુર્ય છુપાઈ રહે છે ક્યારેક માધુર્ય પ્રગટે છે અને ઐશ્વર્ય છુપાયેલું હોય છે.બાપુએ કહ્યું કે માણસ નાભિથી બોલે છે થોડા ઉપર ઊઠીને હૃદયથી બોલે છે એથી ઉપર કંઠ અને પછી ફરી વૈખરી વાણીથી બોલતા હોય.ઘણા વક્તાઓ ચારે રીતથી બોલતા હોય છે.વ્યાસ પણ આ ચારે અલગ અલગ રીતથી અલગ-અલગ સમયે બોલ્યા છે.બાપુએ કહ્યું કે વિવિધ જગ્યાએ અલગ અલગ રીતે ચતુ:શ્લોકી જોવા મળે છે.ગીતાજીના અંતિમ ચાર શ્લોકને ચતુઃશ્લોકી કહું છું કારણકે આ ચાર શ્લોકમાં વારંવાર સંસ્મૃત્ય:-યાદ કરવું એવો શબ્દ આવ્યો છે.બાપુએ કહ્યું કે સમ્યક વિકાર એ એટલા ખરાબ નથી અને વિચાર ખરાબ નથી વિકાર ખરાબ છે.છ પ્રકારના વિકાર- કામ,ક્રોધ,લોભ,મોહ, મદ,મત્સર આ બધા જ વિકારો સમ્યક માત્રામાં હોય ત્યાં સુધી એ ખરાબ નથી.બાપુએ જણાવ્યું કે વ્યાસપીઠ ઉપર એ જ પંક્તિઓ આવે છે જે ચોપાઇઓની પાછળ-પાછળ ચાલે છે અને તુલસીની ચોપાઈથી દીક્ષિત થઈ થયેલું ગીત જ વ્યાસપીઠ પરથી ગવાય છે.બાપુએ જણાવ્યું કે:
લિપટતાં હું મૈં જબ ઉસસે,
તો જુદા કુછ ઔર હોતા હૈ.
મનાતા હું મૈં કિસીકો તો
ખફા કોઇ ઔર હોતા હૈ.
ન મતલબ અંજાનોં સે,ન પાબંદી નમાઝોં કી,
મહોબ્બત કરને વાલોંકા ખુદા કુછ ઔર હોતા હૈ.
હર્ષ બ્રહ્મભટ્ટની આ ઉર્દૂ શાયરીઓ સાથે એ પણ જણાવ્યું કે:
ફકીરી લા દેતી હૈ હુન્નર ચૂપ રહેને કા,
અમીરી જરા સી ભી હો તો શોર બહુત કરતી હૈ.
મેરી હસ્તીકો તુમ ક્યા પહેચાનોં સાહબ!
હજારોં મશહૂર હો ગયે હૈ મુજે બદનામ કરતે-કરતે!
બાપુએ જણાવ્યું કે હું દર્શનની અભિલાષા નથી કરતો બસ સર્વદા,સર્વભાવે ભજન થતું રહે.
ચતુ:શ્લોકી ભગવાન વલ્લભાચાર્યજીની પણ દેખાય છે જ્યાં એક જ વ્યક્તિને અલગ-અલગ રીતે કોઈ શ્લોક કે પંક્તિમાં રાખી અને રચવામાં આવે છે. રામચરિતમાનસની પણ એક ચતુઃશ્લોકી છે જે રામચરિતમાનસના અંતિમ ચરણમાં મળે છે.કથા પ્રવાહમાં ગુજરાતી ગઝલકાર અને કવિ પ્રણવ પંડ્યાની એક ગઝલ-હવે શું વધે હવે શું ઘટે પ્રભુ પૂર્ણમેવાવશિષ્યતે-બાપુએ ગાઇ.
બાપુએ કહ્યું કે વિચાર ખરાબ નથી વિકાર ખરાબ છે ભગવાન વેદ વ્યાસે કંઠથી ૧૮૦૦૦ શ્લોક તો માત્ર ભાગવતમાં ગાયા અને ક્યારેક વૈખરી વાણીથી દુર્યોધન,ધૃતરાષ્ટ્રની પાસે પણ બોલાવ્યું.નાદ વૈભવ અંતર વાણીવિલાસ નાભિ,હૃદય,કંઠ,આ ચાર રીતે આવતું હોય છે.વ્યાસનો એક વેદના વિલાસ પણ છે. ભગવાન વ્યાસ ઉર્ધ્વબાહુ થઈને વેદના કહે છે. જેનાથી ધર્મ,અર્થ,કામ અને મોક્ષ મળવાનો છે એવા ધર્મનું લોકો કેમ સાંભળતા નથી!અઢાર પુરાણોનો નીચોડ કરીને સાર કાઢવામાં આવે તો બે સૂત્ર મળે છે:પરોપકારાય પૂણ્યાય પાપાય પરપીડનમ્
બીજા ઉપર ઉપકાર એ પુણ્યનું કામ છે અને અન્યને પીડા આપવી એ પાપ છે.એ જ શ્લોક રામચરિતમાનસમાં સીધો ઊતરે છે:
પરહિત સરિસ ધરમ નહિ ભાઇ;
પરપીડા સમ નહિ અધમાઇ.
વ્યાસ હાથ ઊંચા કરીને કહે છે એ વ્યાસ વેદના છે. આ જ પ્રકારે સૌરાષ્ટ્રના મજાદરમાં દુલા ‘કાગ’ કહે છે અમે નિસરણી બનીને ઉભા ચડનારા કોઈ ન મળ્યા! એ પણ વ્યાસ વેદના છે.વ્યાસની વિશાળતા,વ્યાસ વિનોદ પણ છે અને એ પછી વ્યાસ ગુફાની વ્યાસપીઠ પરથી પૂ.મોરારીબાપુએ રાસ શરૂ કરીને પોતે ફરી એક વખત વ્યાસપીઠ નીચે ઉતરી અને ખુબ જ ભાવ વિભોર બની,આનંદથી રાસ સાથે ઝૂમ્યા. અનેક સંતો-મહંતો બાપુની સાથે ખૂબ જ આનંદથી રાસ રમ્યા અને સમગ્ર કથામંડપ સતત બાપુ સાથે રાસમય બની ગયો એ દ્રશ્ય અલૌકિક હતું.
કથા પ્રવાહમાં નામકરણ સંસ્કાર અને અન્ય કથા પ્રસંગોમાં ઉપનયન સંસ્કાર,રામવિવાહ તથા સિતાવિદાય બાદ વિશ્વામિત્રની અયોધ્યાથી વિદાય અને બાલકાંડનું સમાપન સમાસ પધ્ધતિથી કરી કથા વિરામ અપાયો.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, એક શખ્સની ધરપકડ કરી
મહારાષ્ટ્ર : ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના...
Read more