ઘણા નવા નિયમો ૧ જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ૧ જુલાઈથી થવા જઈ રહેલા આ ફેરફારો વિશે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડ પર TCS લાદવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. જુલાઇ મહિનો શરૂ થાય તે પહેલા આ ફેરફારો વિશે ખાતરી કરો જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં ફેરફાર.. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને ગેસ સિલિન્ડર સુધીના નવા દર જારી કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહે છે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું વિચારી શકે છે. આવી સ્થિતિમાં આગામી મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય ૧ જુલાઈએ એલપીજી ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે આવતા મહિને એલપીજીના ભાવ પણ સસ્તા થઈ શકે છે.
ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર ૨૦% TCS વસૂલવામાં આવશે… ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS)ના નિયમોમાં ૧ જુલાઈથી લાગુ થતા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હવે જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે ૨૦ ટકા TCS ચૂકવવો પડશે. સરકારે મે મહિનામાં TCSના નિયમોમાં ફેરફાર કર્યો હતો. નવા નિયમ મુજબ, આંતરરાષ્ટ્રીય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સ પર નાણાકીય વર્ષમાં રૂ. ૭ લાખ સુધીની નાની ચૂકવણીને ૨૦% TCS નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કે, તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તેનો દાવો કરી શકો છો.
ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી જુલાઈ છે… નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. કરદાતાઓએ દર વર્ષે ITR ફાઈલ કરવાની હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી ITR ફાઇલ નથી કર્યું, તો તેને સમયસર ફાઇલ કરો. જો ૩૧ જુલાઈની અંદર ITR ફાઈલ કરવામાં ન આવે તો આવી સ્થિતિમાં તમારે ૫૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
ફૂટવેર કંપનીઓ માટે જરૂરી QCO…. ૧ જુલાઈ, ૨૦૨૩થી દેશમાં નબળી ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે ફૂટવેર યુનિટ્સને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત ફૂટવેર કંપનીઓ માટે QCO ફરજિયાત કરવામાં આવ્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ના નિયમોને અનુસરીને, સરકારે ફૂટવેર કંપનીઓ માટે કેટલાક ધોરણો રજૂ કર્યા છે. હવે ફૂટવેર કંપનીઓએ આ નિયમો અનુસાર જૂતા અને ચપ્પલ બનાવવા પડશે. અત્યારે ૨૭ ફૂટવેર પ્રોડક્ટ્સ ઊર્ઝ્રંના સ્કોપમાં સામેલ છે, પરંતુ આવતા વર્ષે બાકીની ૨૭ પ્રોડક્ટ્સને પણ આ સ્કોપ હેઠળ લાવી શકાય છે.
જુલાઈમાં કુલ ૧૫ દિવસની બેંક રજાઓ રહેશે… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જુલાઈ ૨૦૨૩માં બેંક રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. જે મુજબ જુલાઈ ૨૦૨૩માં બેંકો કુલ ૧૫ દિવસ બંધ રહેવાની છે. આવતા મહિને, વિવિધ રાજ્યોમાં સાપ્તાહિક રજાઓ અને તહેવારોને કારણે, ૧૫ દિવસ માટે બેંક રજાઓ (જુલાઈ બેંક રજાઓ) રહેશે. જો બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને જલદી પતાવી લો. કારણ કે જો બેંકની રજાઓ શરૂ થઈ ગઈ છે, તો તમે આ મહત્વપૂર્ણ કામ કરી શકશો નહીં. પરંતુ આ રજાઓ દરમિયાન તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.