કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષની ભેટ મળી,
કેન્દ્રીય કર્મચારીઓ માટે એક જબરદસ્ત સારા સમાચાર છે. કર્મચારીઓને નવા વર્ષની ભેટ મળી છે. મોંઘવારી ભથ્થામાં જબરદસ્ત વધારો થયો છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી કર્મચારીઓને ૫૦ ટકા મોંઘવારી ભથ્થું મળશે તેની પુષ્ટિ કરવામાં આવી છે. નવેમ્બરના AICPI ઇન્ડેક્સ ડેટા પરથી આ સ્પષ્ટ થયું છે. જાે કે હજુ ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે.જાે ઈન્ડેક્સમાં સારો વધારો થાય તો મોંઘવારી ભથ્થું પણ ૫૧ ટકા થઈ શકે છે. પરંતુ, અત્યાર સુધી ૫૦ ટકા પુષ્ટિ થઈ છે. ૪ ટકાનો વધારો નિશ્ચિત છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરીનો ડેટા આવી ગયો છે. નવેમ્બર ૨૦૨૩ માટે AICPI ઇન્ડેક્સ નંબરો બહાર પાડવામાં આવ્યા છે. ઈન્ડેક્સમાં ૦.૭ પોઈન્ટનો વધારો જાેવા મળ્યો છે. આના કારણે મોંઘવારી ભથ્થાનો કુલ સ્કોર ૦.૬૦ ટકા વધીને ૪૯.૬૮ ટકા થયો છે. હવે ર્નિણય લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને ૫૦ ટકા મોંઘવારી ભથ્થું મળશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે તેમાં ૪ ટકાનો વધારો થશે.. કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૪થી ૫૦ ટકા ડીએ મળશે. પરંતુ, આ પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. આ પછી મોંઘવારી ભથ્થાની ગણતરી ૦ થી શરૂ થશે. કર્મચારીઓના મૂળ પગારમાં ૫૦ ટકા ડીએ ઉમેરવામાં આવશે. ધારો કે જાે કોઈ કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર તેના પે બેન્ડ મુજબ રૂ. ૧૮૦૦૦ છે, તો તેના પગારમાં રૂ. ૯૦૦૦ના ૫૦ ટકા ઉમેરવામાં આવશે. જ્યારે પણ નવું પગાર ધોરણ લાગુ કરવામાં આવે છે, ત્યારે કર્મચારીઓને મળતું ડીએ મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે નિયમ પ્રમાણે કર્મચારીઓને મળતું ૧૦૦ ટકા ડીએ મૂળ પગારમાં ઉમેરવું જાેઈએ, પરંતુ આ શક્ય નથી. નાણાકીય પરિસ્થિતિ અવરોધ આવે. જાે કે, આ વર્ષ ૨૦૧૬ માં કરવામાં આવ્યું હતું. અગાઉ વર્ષ ૨૦૦૬માં જ્યારે છઠ્ઠું પગાર ધોરણ દાખલ કરવામાં આવ્યું ત્યારે પાંચમા પગાર ધોરણમાં ડિસેમ્બર સુધી ૧૮૭ ટકા ડીએ આપવામાં આવતું હતું. આખું ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું. તેથી છઠ્ઠા પગાર ધોરણનો ગુણાંક ૧.૮૭ થયો. પછી નવા પે બેન્ડ અને નવા ગ્રેડ પે પણ બનાવવામાં આવ્યા. પરંતુ, તેને પહોંચાડવામાં ત્રણ વર્ષ લાગ્યાં.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more