પંજાબમાં આવતા મહિનાથી પેસેન્જર સર્વિસ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર આ માટે તૈયારી કરી રહી છે. પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે આ અંગે અધિકારીઓને સૂચના આપી છે. એવુ કહેવામાં આવ્યુ છે કે પંજાબમાં ૧ ઓગસ્ટ ૨૦૨૨થી બસ, મિની બસ અને ટેક્સી જેવા તમામ પેસેન્જર સર્વિસ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. તેનાથી ઘણા ફાયદા થશે. રાજ્યમાં સરકારે ‘વન બસ વન પરમિટ’ને વાહન પોર્ટલ સાથે લિંક કરવાનો પણ ર્નિણય લીધો છે.
મંત્રીએ કહ્યુ છે કે વાહન પોર્ટલ પર ‘વન બસ વન પરમિટ’ લાગુ થયા બાદ ઓટીપી સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ. વાહનવ્યવહાર મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે આરટીઓ કચેરીની કામગીરીની સમીક્ષા માટે મળેલી બેઠકમાં અધિકારીઓને આ સૂચના આપી હતી. તેમણે કહ્યુ કે વાહન પોર્ટલ પર ‘વન બસ વન પરમિટ’ લાગુ થયા બાદ ઓટીપી સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ.