11 ના રોજ 30મી જુલાઇને આંતરરાષ્ટ્રીય દિન તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. તે સંદર્ભમાં આપણા દેશમાં દર વર્ષે ઓગષ્ટ માસના પહેલા રવિવારે જ આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ ઉજવવામાં આવે છે.
– આ દિવસે લોકો ખાસ કરીને યુવાનો પોતાના મિત્રોને કાર્ડ,બૂકે અથવા અન્ય કંઇ ભેટ આપે છે. જોકે આને બદલે કોઇ ઉત્તમ પુસ્તક્ની ભેટ આપીએ તો એ વધારે સારી ભેટ ગણાશે અને જે તે મિત્ર કે તેના પરિવારને પણ તે ઉપયોગી બની શકશે.
– મિત્રોને આમ તો આપણે રોજ બરોજ મળતા જ હોઇએ છીએ તેમ છતા આ દિવસે એવા મિત્રોને ખાસ યાદ કરવા જોઇએ કે જેમને આપણે સરળતાથી મળી શક્તા નથી. આવા મિત્રો નીચે પ્રમાણેના હોઇ શકે છે.
૧- પ્રાથમિક શાળામાં સાથે ભણેલા,
૨- જ્યાં બાળપણ વીત્યું છે તે ગામના ફળિયામાં સાથે રમેલા કે ખેતરોમાં સાથે હરેલા ફરેલા,
૩- જે સ્કૂલમાં માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ મેળવ્યું હોય તે અને તે પછીના કોલેજ કાળના મિત્રો,
૪- અભ્યાસ પછી જોબ મળી હોય તો જોબનાં જોદાં જૂદાં સ્થળોએ મિત્રો બન્યા હોય એવા કચેરીના તેમ જ જ્યાં વસવાટ કરેલ હોય ત્યાંના પડોશીઓ,
૫- કોઇ વ્ય્વસાય સાથે સંકળાયા હોઇએ તો એને સંબધિત મિત્રો,યારો
૬- જો નિવૃત્ત જીવન હોય તો નિવૃત્તિ પછી જ્યાં સ્થાયી થયા હોઇએ ત્યાંના નવા કે જૂના મિત્રો.
— પાકા મિત્રોને આ દિવસે સંભારીને તેમણે આપણા જીવનમાં ક્યારે અને કેવા પ્રકારની મદદ કરેલ કે હૂંફ આપેલ તે વાગોળવી જોઇએ અને તેમને તેની યાદ અપાવીએ તો ઘણું સરસ ,
– કેટલાક દોસ્ત એવા પણ હોય છે જેમને આપણે આપણી રૂટિન લાઇફમા સાવ જ ભૂલી ગયા હોઇએ છીએ તેમને આ દિવસે યાદ કરી શકીએ તો ઘણું સરસ.
– કેટલાક લોકો આ દિવસે બહાર ફરવા જવાનો, સાથે ભોજન લેવાનો અને હસી ખુશીનો કાર્યક્રમ કરીને તેમ જ પરસ્પરને ફોન પર કે કાર્ડ દ્વારા શુભેચ્છાઓ પાઠવીને પણ ઉજવણી કરતા હોય છે.
– ટૂંકમાં આપણા મિત્રોને યાદ કરીને શુભેચ્છાઓ પાઠવવાનો આ દિવસનો મહિમા છે.
– આ દિવસે ભગવાંશ્રી ક્રીષ્ણ અને સુદામાની મૈત્રી સહજ રીતે જ યાદ આવી જાય છે. દોસ્તી વિશે તો ઘણી બધી ગઝલો , ગીતો અને ફિલ્મો પણ બનેલી છે તેમાંથી કોઇ સારા ગીત કે શેરની બે ચાર કડીઓ પણ પોતાના દોસ્તને મોકલી શકીએ.
– અંગત મિત્રો સાથે કોઇ ખાસ પ્રસંગે કે ખાસ સ્થળે ગાળેલ અદભૂત ક્ષણોને પણ તે મિત્ર સાથે બેસીને સંભારીએ તો તે રીતે પણ આ દિવસની ઉજવણી કરી ગણાય.
– આ દિવસે સૌએ પોતાના મિત્રના સાચા મિત્ર બનવાનો સંકલ્પ લેવો જોઇએ.
– અમે પણ આજના દિવસે આ લેખના માધ્યમથી અમારા તમામ મિત્રોને અઢળક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
- અનંત પટેલ