અમદાવાદઃ મેરા ઇન્ડિયા- ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સ ૨૦૧૯ એક અદભૂત અને અનોખો માર્ગ છે જેના દ્વારા આપણી ભાવિ પેઢીઓને આપણી સોનેરી ભૂમિ અને ભવ્ય સંસ્કૃતિના વારસાની ઓળખ આપી શકાશે. જે વિશ્વભરમાં વસતા ભારતીયો માટે પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે. જેથી તેઓ પોતાના દેશ સાથે મજબૂત નાતો જાળવી શકે અને ભાવિ બિઝનેસ અને કમ્યુનિટી લીડરશીપ માટે નવું ખેડાણ કરી શકે. આ વિઝન અને મિશન સાથે મેરા ઇન્ડિયા- ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સ ૨૦૧૯ વિશે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના યુએસએ ચેપ્ટરના પ્રેસિડન્ટ કિરીટ પટેલે માહિતી અર્પિત કરી.
આ ઉમદા કાર્યને સશક્ત કરતું યુએસએ સ્થિત નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત’ની સ્થાપના અને નેતૃત્વ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓની સાથે અન્ય અત્યંત પ્રેરિત અને આતુર ભારતીયોનું જૂથ સંકળાયેલ છે. જેમણે આ સંસ્થાની સ્થાપના માતૃભૂમિને વાસ્તવિક રીતે કંઈક પરત કરવાની ભાવના અને યુએસમાં વસતા ભારતીયો વચ્ચે કલ્ચરલ અને બિઝનેસ એક્સચેન્જિસને પ્રોત્સાહિત કરી શકાય.
ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના યુએસએ ચેપ્ટરના પ્રેસિડન્ટ કિરીટ પટેલે કહ્યું હતું કે, “આ વિશાળ કાર્યક્રમનું આયોજન ૩૦ ઓગસ્ટ, ૩૧ ઓગસ્ટ તથા ૧ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ૫૦,૦૦૦થી વધુ ભારતીયો સામેલ થશે, ઉપરાંત ૩૦૦થી વધુ ટ્રેડશો એક્ઝિબિટર્સ પણ સામેલ થશે. મેરા ઇન્ડિયા- ન્યૂ ઇન્ડિયાનો કોન્સેપ્ટ વિકસતા ભારતમાં યોગદાન આપનાર માધ્યમ બનશે. અમારૂ મિશન સ્પિરિટ ઓફ ન્યૂ ઇન્ડિયાના વિઝનને પરિપૂર્ણ કરવાનું છે.”
ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દ્વારા યુએસએમાં વર્ષ ૨૦૧૦માં ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે “સ્વર્ણિમ ગુજરાત” નામથી વિશાળ કાર્યક્રમો યોજાયા હતા. ૨૦૧૩માં ‘ભવ્ય અને દિવ્ય ગુજરાત’નું આયોજન થયું, ૨૦૧૬માં ‘ગતિશીલ ગુજરાત-ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ ૨૦૧૬’નું આયોજન થયું તેમજ આ વર્ષે ૨૦૧૯માં મેરા ઇન્ડિયા- ન્યૂ ઇન્ડિયા ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આપણી સોનેરી ભૂમિ અને તેના ભવ્ય વારસા વિશે ભાવિ પેઢીઓને જાણકારી આપવા માટેનો એક અનોખો માર્ગ અપનાવાયો છે.
મેરા ઇન્ડિયા- ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સ ૨૦૧૯ એક એવી વિશાળ સ્પર્ધા છે કે તેમાં સુંદર રીતે આપણા સુંદર ભારતની ભવ્ય સંસ્કૃતિ અને વારસાને વર્ણવવામાં આવશે. આ કોન્ફરન્સ રાઈઝીંગ ભારતમાં યોગદાન આપવાનું માધ્યમ બનશે અને એટલું જ નહીં પણ આ કોન્ફરન્સમાં દરેક માટે કંઈક સામેલ રહેશે. જે પછી બિઝનેસ મીટ, કલ્ચરલ પ્રોગ્રામ્સ, ધાર્મિક કાર્યક્રમો કે પ્રદર્શનો પણ હશે.
ફ્રેન્ડસ ઓફ ગુજરાત એ યુએસએ સ્થિત નોનપ્રોફિટ સંસ્થા છે. તેની સ્થાપના ૨૦૧૦માં એનઆરજી કિરીટ પટેલ દ્વારા અન્ય અત્યંત પ્રેરિત અને આતુર નોન- રેસિડન્ટ ગુજરાતીઓના જૂથ સાથે મળીને થઈ હતી. જેમાં આપણે માતૃભૂમિને કાંઈક પરત કરવાની ભાવના તથા ભારત અને યુએસએ વચ્ચે કલચરલ તથા બિઝનેસ એક્સચેન્જને પ્રોત્સાહન આપવાનું વિઝન છે. તેનું મુખ્ય મિશન એવા બાળકોને સપોર્ટ કરવાનું છે જેઓ સરહદે તેમના વાલીઓને ગુમાવી ચુક્યા છે.
ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દૃઢપણે સંવાદ, વિચારો અને બિઝનેસ એક્સચેન્જમાં માને છે કે જેનાથી ભારતને વધુ નવી ઊંચાઈએ પહોંચાડી શકાય અને તે વધુ પ્રકાશમય બને.