અમદાવાદ: પ્રોસ્ટેટની બીમારી વધતી ઉંમર સાથે સામાન્ય થઇ જાય છે અને મૃત્યુનું કારણ બને છે. મોટેભાગે લોકો પ્રોસ્ટેટની સમસ્યાને વર્તમાન પરિસ્થિતિઓ સાથે જોડે છે, કેટલાંક ઉંમર, મોસમ પરિવર્તન, યાત્રા સબંધિત તણાવ, ભિન્ન- ભિન્ન જગ્યાઓનું પાણી વગેરેને દોષ આપે છે. પરંતુ શિથિલ જીવનશૈલીના કારણે ઉંમર વળી વાતની મહત્વપૂર્ણતા ઓછી થઇ ગઈ છે. પ્રોસ્ટેટના વધવાથી “લોઅર યુરીનરી ટ્રેકટ”ના લક્ષણ ઉત્પન્ન થઇ શકે છે, જેનાથી જીવનની ગુણવત્તા ઓછી થઇ જાય છે. બિનાઈન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા (બીપીએચ) એટલે કે એક સમય અવધિમાં થનાર માઈક્રોસ્ક્રોપીક ઍક્સેસિવ વૃદ્ધિના કારણે ગ્લાન્ડ એટલી મોટી થઇ જાય છે કે જે નગ્ન આંખોથી દેખાવા લાગે છે. પ્રોસ્ટેટ હેલ્થ મંથ સપ્ટેમ્બરમાં મનાવવામાં આવે છે. આ પુરુષો સાથે સ્વાસ્થ્ય પ્રતિ જાગરૂકતા વધારવાનું અભિયાન છે. સરળતાથી ઉપલબ્ધ પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય પ્રદાન કરવા પર કેન્દ્રિત www.whatarelief.in એક ડિજિટલ એસ્સેટ છે, જે દર્દીઓની જાગૃકતા તથા શિક્ષા માટે નિર્મિત કરવામાં આવેલ છે. આ અંગે ડો. મનીષ ધવન (ડાયરેક્ટર, ફ્યુઝન કિડની ઇન્સ્ટિટ્યૂટ) અને ડો. શરદ ડોડિયા (ડાયરેક્ટર, ફ્યુઝન કિડની ઇન્સ્ટિટ્યૂટ) એ માહિતી અર્પિત કરી.
આ વિશે ડો. મનીષ ધવન (ડાયરેક્ટર, ફ્યુઝન કિડની ઇન્સ્ટિટ્યૂટ) એ જણાવ્યું કે, “આ ઘર, ઓફિસ અને ઘરની આસપાસના વિસ્તારોની આજુ-બાજુ ફરે છે. વીકડે દરમિયાન ઘર- ઓફિસ વચ્ચે આવન- જાવન સિવાય અન્ય સ્થાનોની ઓછી ગતિવિધિઓ જોવાં મળે છે. વિકેન્ડ ઘર કે ઘરની આસપાસના વિસ્તારો સુધી સીમિત છે. છતાં, આ લોકો પોતે જણાવતાં નથી, પરંતુ તેમનાં વ્યવહારથી સ્પષ્ટ થાય છે કે તેઓ વધારે દૂર નથી જતાં અને બાથરૂમની આસપાસ જ રહે છે. જે લોકો આ સમસ્યાનો ઈલાજ નથી કરાવી રહ્યા, તેમના માટે આ વાત સંપૂર્ણ રીતે સાચી છે. જે લોકો આનો ઈલાજ કરાવી રહ્યા છે, તેમના માટે આ વાત સાચી છે, પરંતુ તેઓ જરૂરિયાત પડવા પર પોતાની સીમાઓથી બહાર વધારે સ્વતંત્રતા તથા વિશ્વાસ સાથે જાય છે.”
ડો. શરદ ડોડિયા (ડાયરેક્ટર, ફ્યુઝન કિડની ઇન્સ્ટિટ્યૂટ) અનુસાર, “વધારે પ્રમાણ હોવાં છતાં પણ દર્દીઓને આ બીમારીની જાણકારી હોઈ નથી કારણકે તેઓ આને વધતી ઉંમરનો ભાગ માને છે, જેનાથી દર્દી પર કેન્દ્રિત જાગૃકતા અભિયાન દ્વારા ઠીક કરવામાં આવી શકે છે. બીપીએચની નિદાન વિવિધ વિધિઓના મિશ્રણ દ્વારા હોય છે, જેમાં દર્દીનો ઇતિહાસ, આઈપીએસએસ સ્કોરકાર્ડ, અલ્ટ્રાસાઉન્ડ તથા પીએસઈ ટેસ્ટ સમાવિષ્ટ છે.”
આ 30 વર્ષથી પહેલાં શરૂ થાય છે અને 40 વર્ષ સુધી પહોંચતા પહોંચતા 8 ટકા પુરુષ, 60 વર્ષ સુધી પહોંચતા પહોંચતા 50 ટકા તથા 90 વર્ષ સુધી પહોંચતા પહોંચતા 90 ટકા પુરુષ માઈક્રોસ્ક્રોપિક બીપીએચવાળા થઇ જાય છે. 50 વર્ષ કે તેથી વધુની ઉંમરના પુરુષોમાં બીપીએચ રેન્જ પ્રયુક્ત પરિભાષાના આધાર પર 14 ટકાથી 30 ટકા હોય છે. ભારતમાં બીપીએચનો પ્રસાર 40થી 49 વર્ષની વચ્ચે 25 ટકા, 50થી 59 વર્ષ વચ્ચે 37 ટકા, 60 વર્ષથી 69 વર્ષની વચ્ચે 37 ટકા અને 70 વર્ષથી 79 વર્ષની વચ્ચે 50 ટકા છે. દર ભારતીય પુરુષોમાંથી લગભગ 2માં બીપીએચના કારણે લોઅર યુરીનરી ટ્રેકટના ખરાબ લક્ષણ ઉપસ્થિત છે. જોકે, મોટાભાગના લોકો ડોક્ટર પાસે જઈને આનો ઈલાજ નથી કરાવતાં અને આને વધતી ઉંમર, મોસમ, યાત્રા સબંધિત તણાવ, પાણીમાં બદલાવ વગેરે સાથે જોડે છે. તેઓ ત્યાં સુધી આ બીમારી સાથે રહે છે, જ્યાં સુધી આ ગંભીર ના થાય અને સમસ્યાઓ ઉત્પન્ન ના કરે.
ઉંમરની સાથે પ્રોસ્ટેટની વૃદ્ધિની બે મુખ્ય અવધિઓ હોય છે. પ્રથમ અવધિ તરુણાવસ્થામાં હોય છે, જ્યારે પ્રોસ્ટેટ આકારમાં બેગની થઇ જાય છે. બીજી પ્રુડધી 25 વર્ષની આયુમાં શરૂ થાય છે અને પુરુષના જીવનકાળમાં ચાલે છે. બીપીએચ મોટાભાગે વૃદ્ધિના બીજા ચરણમાં થાય છે. બીપીએચવાળા દર્દીઓ સામાન્યરીતે રાત્રે વારંવાર પેશાબ, પેશાબ કરવામાં મુશ્કેલી, પૂરો પેશાબ ના કરવાની મુશ્કેલીઓ અનુભવે છે. પ્રોસ્ટેટના વધવાની “લોઅર યુરીનરી ટ્રેકટના લક્ષણ ઉત્પન્ન થઇ શકે છે, જેનાથી જીવનની ગુવત્તા ખરાબ થઇ જાય છે. આ લક્ષણોને કારણે દર્દી પાણી તેમજ અન્ય પ્રવાહી વસ્તુઓ લેવાનું ઓછું કરી દે છે અને એમનું ધ્યાન સતત પેશાબ પર કેન્દ્રિત રહે છે. ઉદાહરણ તરીકે તે જ્યાં પણ જાય, ત્યાં તે સૌથી પહેલાં ટોયલેટ જોવે છે, બહાર લાંબા અંતરની યાત્રા કરવાં પહેલાં પેશાબ કરી લે છે, જેમ બસમાં યાત્રા દરમિયાન લાંબા સમય સુધી પેશાબ કરવાની સુવિધા ના હોવાના કારણે તે પહેલેથી જ પેશાબ કરી લે છે. આ પ્રકારની સમજૂતીને કારણે દર્દીની જીવનની ગુણવત્તા ખરાબ થઇ જાય છે.
એ ધ્યાનમાં લેવું પણ જરૂરી છે કે પ્રોસ્ટેટનો આકાર તમારા લક્ષણોની ગંભીરતાનું નિર્ધારણ નથી કરતા. થોડી મોટી પ્રોસ્ટેટવાળા પુરુષોના લક્ષણ ઘણાં ગંભીર હોઈ શકે છે, જ્યારે વધારે મોટી પ્રોસ્ટેટવાળા પુરુષોના ઘણાં નાનાં યુરીનરી લક્ષણ હોય છે. જો આનો ઈલાજ કરવામાં ના આવે તો, યુરીનરી સમસ્યાઓને કારણે પેશાબની નળી બંધ થઈ શકે છે અને પ્રોસ્ટેટના આરોગ્યને અસર કરી શકે છે. તેથી આ બાબતમાં શરમ ના રાખતાં પોતાના ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. તમારાં ડોક્ટર તમારી ઉંમર, સ્વાસ્થ્ય અને આ સ્થિતિ તમને કયા પ્રકારે અસર કરે છે, તેનાં આધાર પર તમને સર્વશ્રેષ્ઠ કેર પસંદ કરવામાં મદદ કરી શકે છે. સાથે જ આ સમજવું પણ જરૂરી છે કે બીપીએચનું લક્ષણ અન્ય હાનિકારક બીમારીઓ, જેમ કે પ્રોસ્ટેટ કેન્સર દ્વારા નિર્મિત લક્ષણો સમાન હોય છે. તેથી એ જરૂરી છે કે, તમે સમસ્યાની ગંભીરતા વિશે જાણવાં માટે પોતાના ડોક્ટર કે વિષેશજ્ઞની સલાહ અવશ્ય લો.
બીપીએચની નિદાન શારીરિક, રેડિયોગ્રાફિક તપાસ તથા કેટલાક લેબ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. શારીરિક તપાસમાં ડીઆરઈ (ડિજિટલ રેક્ટલ પરીક્ષણ) સમાવિષ્ટ છે, જેમાં યુઓલોજીસ્ટ પ્રોસ્ટેટનું શારીરિક પરીક્ષણ કરે છે. એબ્ડોમીનલ તથા પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ પ્રોસ્ટેટ ગ્રંથિનો આકાર પ્રદર્શિત કરે છે. લેબ ટેસ્ટમાં પીએસઈ (પ્રોસ્ટેટ- સ્પેસિફિક એન્ટિજન) સામેલ છે. પીએસઈ એક પ્રોટીન છે, જે ફક્ત પ્રોસ્ટેટ દ્વારા બને છે. જ્યારે પ્રોસ્ટેટ સ્વસ્થ હોય છે, ત્યારે લોહીમાં ખૂબ ઓછા પીએસઈ જોવાં મળે છે.
ડો. મનીષ ધવન (ડાયરેક્ટર, ફ્યુઝન કિડની ઇન્સ્ટિટ્યૂટ) એ આગળ જણાવ્યું કે, “જ્યારે અચાનક અને જલ્દી જલ્દી જરૂરિયાત પડવાના કારણે વોશરૂમ જવાની સંખ્યામાં વૃદ્ધિ થઈ, તો મોટાભાગના લોકોને એહસાસ થયો કે કોઈ સમસ્યા અવશ્ય છે. મોટાભાગના મામલામાં આ રીતે જ શરૂઆત થઇ, જે પ્રથમ લક્ષણ કહી શકાય છે.”
બીપીએચના મેનેજમેન્ટમાં સૌથી સામાન્ય ટેમુસુલોસિન અલ્ફા બ્લોકર્સ જેવી દવાઓ દ્વારા લક્ષણોનું ઠીક કરવાનું સમાવિષ્ટ છે. બીપીએચના લક્ષણોનું માપ આઈપીએસએસ (ઈન્ટરનેશનલ પ્રોસ્ટેટ સિમ્પટન સ્કોર) દ્વારા કરવામાં આવે છે. જો લક્ષણો અનિયંત્રિત હોય તો, મિશ્રિત સારવાર કરી શકાય છે. જો દવાઓ આપ્યાં બાદ પણ લક્ષણ અનિયંત્રિત રહે છે, તો સર્જરી દ્વારા પ્રોસ્ટેટ ટિશ્યૂને નિકાળવું અંતિમ વિકલ્પ હોય છે. જો કે અલ્ફા બ્લોકર્સ ક્રોનિક સારવાર છે, તેથી કોમોર્બિડ દર્દીઓ, સેક્સયુલી એક્ટિવ દર્દીઓ અને સામાન્ય જનતા માટે અલ્ફા બ્લોકર્સમાં ભિન્ન મોલિક્યૂલ્સ હોય છે. બીપીએચના લક્ષણોને ત્યાં સુધી નજરઅંદાજ કરવામાં આવે છે, જ્યાં સુધી તે ગંભીર ના થઈ જાય. આમ ના થવું જોઈએ.
લક્ષણ-
· વારંવાર પેશાબની ઈચ્છા થવી · પેશાબ બાદ પણ એવું લાગવું કે બ્લેડર ભરાયેલું છે · એવું લાગવું કે પેશાબ માટે રાહ નથી જોઈ શકતા · પેશાબનો ઓછો પ્રવાહ · પેશાબનું ટપકતાં આવવું · પેશાબ ઘણીવાર અટકી અટકીને આવવો · પેશાબ શરૂ થવામાં મુશ્કેલી · પેશાબ કરવા માટે દબાણ અથવા જોર લગાવવું · ઓછામાં ઓછી બે નીચે લખેલ બીમારીઓ હોઈ શકે છે: · ડાયાબિટીઝ · હાઈપરટેંશન |