હજુ સુધી તમે ઇન્ટરનેટ રેડિયો માટે સેંકડો એપ ડાઉનલોડ કરી ચુક્યા હશો. પરંતુ રેડિયોગ્રામ એડફ્રી ઇન્ટરનેટ રેડિયો ખરેખર કમાલ તરીકે છે. આ એન્ડ્રોઇડ ડિવાઇસ પર ખુબ સારી રીતે કામ કરે છે. તે જાહેરાત અથવા તો એડફ્રી પણ છે. એટલે કે તેમાં કોઇ પણ બેનર, પોપ અપ અથવા તો વિડિયો એડ નથી. આને મફતમાં ડાઉનલોડ કરી શકાય છે.
આ હજુ સુધી રીલિઝ કરવામાં ન આવતા આની ચર્ચા રહેલી છે. તે હાલમાં ડેવલપમેન્ટની પ્રક્રિયામાં છે. આ બાબતનુ ખાસ ધ્યાન રાખવામાં આવે કે કેટલાક રેડિયો સ્ટેશન બ્રોડકાસ્ટ દરમિયાન પોતે ઓડિયો જાહેરાત રજૂ કરી શકે છે. આના ઇન્ટરફેસ ખુબ જ સરળ છે. આપને જે રેડિયો સ્ટેશન પસંદ છે તેના પર સૌથી પહેલા ટેપ કરવામાં આવે. ત્યારબાદ તે પ્લે થવાની શરૂઆત થઇ જશે. આપ લોકલ સ્ટેશનને સાંભળવા માટે દેશ બદલી શકો છો. તમે જુદા જુદા ઝોનના રેડિયો સ્ટેશનને સાંભળી શકો છો.
તમે પસંદગીના રેડિયો સ્ટેશનને પોતાના ફેવરીટ સ્ટેશન પણ બનાવી શકો છો. ફ્રી ઇન્ટરનેટ રેડિયો માટે લોકો ભારે ક્રેઝી હોય છે. આના માટે સેંકડો એપ ડાઉનલોડ કરવામાં આવે છે. જો કે સંતોષ ન મળતા વારંવાર એપ બદલી દેવામાં આવે છે. જો કે ફ્રી ઇન્ટરનેટ રેડિયો માટે હવે રેડિયોગ્રામ એડ ફ્રી ઇન્ટરનેટ રેડિયો લોકોને ગમી જશે. આ એપને લઇને હાલમાં વ્યાપક ચર્ચા જોવા મળી રહી છે.