ફ્રેન્કલિન ટેમ્પલટન ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એવરેજ ફંડ (FIBAF) લોન્ચ કરશે
- FIBAFનો ઉદ્દેશ ફ્રેન્કલિન ટેમ્પલટનના ઇન-હાઉસ પ્રોપ્રાઇટરી ડાયનેમિક એસેટ એલોકેશન મોડલમાંથી મેળવતા, બંને વિશ્વના શ્રેષ્ઠને જોડવાનું છે
- માર્કેટ વેલ્યૂએશન અને નિશ્ચિત આવકના એક્સપોઝરના આધારે ઇક્વિટી ડેરિવેટિવ્ઝ દ્વારા ઇક્વિટી એક્સપોઝરનું સંચાલન
ફ્રેન્કલિન ટેમ્પલટન (ઇન્ડિયા) દ્વારા ઓપન-એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેફન ફંડની શરૂઆત કરવામાં આવી રહી છે જેનું નામ ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (FIBAF) છે. આ ફંડનો ઇક્વિટી તેમજ ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને ફિક્સ્ડ આવકમાં તેમજ મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડાયનેમિક રીતે મેનેજ કરેલા પોર્ટફોલિયોમાં રોકાણ કરીને ઉદ્દેશ લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ આવક જનરેટ કરવાનો છે.
FIBAF માર્કેટ વેલ્યૂએશન અને ફંડામેન્ટલ પરિબળો-આધારિત અભિપ્રાયોના આધારે ઇક્વિટી અને ડેબ્ટ વચ્ચે વ્યૂહાત્મક ફાળવણી ઓફર કરે છે. આ પ્રોડક્ટ એવા લોકો માટે યોગ્ય છે જેઓ માત્ર ઇક્વિટીમાં વૃદ્ધિની તકોનો લાભ લેવા ઉત્સુક નથી, પરંતુ બજારની અસ્થિરતાની અસરને ઘટાડવાનું પણ પસંદ કરે છે. નવી ફંડ ઓફર 16 ઑગસ્ટ, 2022ના રોજ ખુલશે અને 30 ઑગસ્ટ, 2022ના રોજ બંધ થશે, જે દરમિયાન રૂ.10/- પ્રતિ યુનિટના ભાવે યુનિટ્સ ઉપલબ્ધ થશે.
આ ફંડના લોન્ચિંગ અંગે બોલતા ફ્રેન્કલિન ટેમ્પલટન-ઇન્ડિયાના, પ્રેસિડેન્ટ, અવિનાશ સતવાલેકરે, જણાવ્યું હતું કે, “અમે વધુ એક વૈવિધ્યસભર રોકાણ ઓફરની શરૂઆત કરવા બાબતે ઉત્સાહિત છીએ જે બદલાતા બજારોમાં રોકાણકારોને સરળ અને કાર્યક્ષમ રીતે નેવિગેટ કરવામાં મદદ કરે છે. અમે ભારતમાં વૃદ્ધિના નવા પ્રકરણની શરૂઆત કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છીએ અને FIBAFની શરૂઆત આ માટેના ઘણા પગલાંઓમાંથી પ્રથમ પગલું હોવાનું દર્શાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, “આ નવા ફંડ એવા રોકાણકારો માટે છે જેઓ લાંબાગાળા દરમિયાન ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં સંતુલિત એક્સપોઝર શોધી રહ્યા છે અને સાથે જ તેઓ સમય સમયે બજાર દ્વારા આપવામાં આવતી તકોનો લાભ પણ મેળવવા માંગે છે. ડાઇવર્સિફિકેશનના લાભો ઉપરાંત, આ ફોર્મ્યુલા-સંચાલિત અભિગમ તેની આંતરિક ‘ખરીદી-વેચાણ’ શિસ્ત દ્વારા લોભ અને ભયની લાગણીઓને કારણે થતા વર્તણૂકને લગતા પૂર્વગ્રહોને નકારી કાઢવામાં મદદ કરે છે.”
આ ફંડના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા, ફ્રેન્કલિન ટેમ્પલટનના, ઇમર્જિંગ ઇક્વિટી- ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આનંદ રાધાક્રિશ્નને જણાવ્યું હતું કે, “તાજેતરના મહિનાઓમાં વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં કરેક્શન આવ્યું છે અને મોંઘવારી, વ્યાજદર તેમજ હાલમાં ચાલી રહેલા જીઓપોલિટકલ તણાવ જેવા કારણોસર હજુ પણ આવનારા સમયમાં ચડાવઉતારનો માહોલ રહેશે. આના કારણે ભારતીય બજારોને પણ અસર પડી છે પરંતુ મોટા વિકસિત અને EM સમકક્ષો (ડોલરના સંદર્ભમાં)ની તુલનામાં વધુ સારી સ્થિતિ જળવાઇ રહી છે. બજારની અસ્થિરતાના આવા એપિસોડ રોકાણકારોને સબ-ઑપ્ટિમલ નિર્ણયો લેવા તરફ દોરી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ ઇક્વિટી ફાળવણી માટે ફ્લેક્સી-કેપ અભિગમ અપનાવશે. આ સ્કીમ AAA-રેડિંગવાળા પેપર્સમાં નિશ્ચિત આવકના પોર્ટફોલિયોના 80% થી વધુ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાનો પ્રયાસ કરશે. તેનાથી આ સ્કીમ એવા રોકાણકારો માટે યોગ્ય બને છે જે બંને વિશ્વના શ્રેષ્ઠને શોધી રહ્યા છે.”
“એસેટ ફાળવણી ફ્રેન્કલિન ટેમ્પલટનના ઇન-હાઉસ પ્રોપ્રાઇટરી ડાયનેમિક એસેટ એલોકેશન મોડલ અને ફ્લેક્સી-કેપ પોર્ટફોલિયો જેવી સક્રિય સ્ટોક પસંદગી પ્રક્રિયામાંથી મેળવવામાં આવી છે. અમે માનીએ છીએ કે, આમ કરવાથી રોકાણકારો લાંબાગાળા સુધી રોકાણ કરવામાં સક્ષમ બનશે અને તેમના પરિણામો સુધારવામાં મદદ મળશે.”
ફંડની વ્યૂહનીતિ અંગે વાત કરતા ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડના વી.પી. અને પોર્ટફોલિયો મેનેજર કે. રાજસાએ જણાવ્યું હતું કે, “FIBAF એક ગતિશીલ રીતે સંચાલિત ફંડ છે છે અને એક પરિપૂર્ણ પોર્ટફોલિયો ઉકેલ છે. FIBAF પાછળની એસેટ ફાળવણીની વ્યૂહનીતિને ઉપયોગમાં લેવામાં આવતા ઇનપુટ્સ અને એસેટ રિબેલેન્સિંગની સમયાંતરતા માટે સફળતાપૂર્વક ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે. ગ્રોસ ઇક્વિટી એક્સપોઝર 65% અને 100%ની વચ્ચે જાળવી રાખવાનો ઉદ્દેશ છે. જો ઇક્વિટી ફાળવણી કોઇપણ સમયે 65% કરતાં નીચે આવે, તો ઇક્વિટી ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરીને ગ્રોસ ઇક્વિટી એક્સપોઝર જાળવવામાં આવશે. બાકીની રકમ માટે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે. જો કોઇપણ વર્ષ માટે ઇક્વિટી એસેટ ક્લાસ માટેની ફાળવણી 65%થી વધુ હોય તો ફંડ ઇક્વિટી ટેક્સેશન માટે પાત્ર છે.”
આ બાબતને વધુ સમજાવતા તેમણે કહ્યું હતું કે, “અમે ઇક્વિટી એસેટ ફાળવણી નક્કી કરવા માટે જથ્થાત્મક અને ગુણાત્મક એમ બંને પ્રકારના પરિબળોના સંયોજનનો ઉપયોગ કરીશું. જથ્થાત્મક પરિમાણ મહિનાના અંતે વેઇટેડ એવરેજ પ્રાઇસ ટુ અર્નિંગ (P/E) રેશિયો અને નિફ્ટી 500 ઇન્ડેક્સના પ્રાઇસ ટુ બુક વેલ્યુ (P/BV) રેશિયો પર આધારિત હશે. રેશિયો બેન્ડ મુજબ, અનુરૂપ ઇક્વિટી ફાળવણી P/E અને P/BV બંને માટે અલગથી ઓળખવામાં આવશે. આ પરિમાણો પ્રત્યેકને 50% વેઇટેજ આપશે અને અંતિમ ઇક્વિટી ફાળવણી પર પહોંચવા માટે ઉમેરવામાં આવશે. અમે મેક્રોઇકોનોમિક ટ્રેન્ડ, પોલિસી બેકડ્રોપ, એકંદર કોર્પોરેટ ફંડામેન્ટલ્સ, માર્કેટ લિક્વિડિટી મોડલ્સ વગેરે જેવા વિવિધ પરિબળોના ગુણાત્મક મૂલ્યાંકન દ્વારા જથ્થાત્મક પરિમાણ-આધારિત ઇક્વિટી ફાળવણી પર પણ આધાર રાખીશું.”
ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ રોકાણકારોને પદ્ધતિસર ઉપાડની સુવિધા પણ આપશે જેથી તેઓ અગાઉથી નક્કી કરેલી ફ્રિક્વન્સીએ નિશ્ચિત રકમ ઉપાડી શખશે જે સ્કીમની માહિતીના દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવલી શરતોને આધીન રહેશે. ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ વિશે વધુ વિગતો માટે– અહીં ક્લિક કરો
NFO વિશેષતાઓ
ફંડનું વર્ણન | એવું ફંડ કે જે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ, નિશ્ચિત આવક અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ગતિશીલ રીતે સંચાલિત પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે |
સ્કીમનો પ્રકાર | એક ઓપન-એન્ડેડ ગતિશીલ ફાળવણી ફંડ |
NFO તારીખ | 16 ઑગસ્ટ 2022ના રોજ ખુલશે અને 30 ઑગસ્ટ 2022ના રોજ બંધ થશે |
સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી ચાલુ માટે ફરીથી ખુલે છે | 8 સપ્ટેમ્બર, 2022 |
મેનેજ કરનાર | કે. રાજસા (ઇક્વિટી હિસ્સો), ઉમેર શર્મા અને સચિન પડવાલ દેસાઇ (ડેબ્ટ હિસ્સો), સંદીપ માનમ (ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ માટે સંમર્પિત ફંડ મેનેજર) |
રોકાણની શૈલી | તમામ માર્કેટ કેપમાં ‘ગ્રોથ’ અને ‘વેલ્યૂ’નું સંયોજન |
ઓછામાં ઓછી રકમ | સબ્સ્ક્રિપ્શન: નવી ખરીદી – રૂ.5,000/-. વધારાની ખરીદી – રૂ. 1,000/-. રીડમ્પશન: રૂ.1,000/-. સબ્સ્ક્રિપ્શન અને રિડેમ્પશન માટેની રકમ ઉપર ઉલ્લેખિત લઘુતમ રકમ કરતાં વધુ રકમ રૂ.1/-ના ગુણાંકમાં કોઇપણ રકમ છે. |
બેન્ચમાર્ક | નિફ્ટી 50 હાઇબ્રીડ કોમ્પોઝિટ ડેબ્ટ 50:50 ઇન્ડેક્સ |
એક્ઝિટ લોડ | ફાળવણીની તારીખથી 1 વર્ષની અંદર કોઇપણ એક્ઝિટ લોડ વિના 10% સુધી યુનિટ રિડીમ કરી શકાય છે.ઉપરોક્ત મર્યાદા કરતાં વધુનું કોઇપણ રિડમ્પશન નીચેના એક્ઝિટ લોડને આધીન રહેશે:1.00% – જો ફાળવણીની તારીખથી 1 વર્ષના રોજ અથવા તે પહેલાં રિડીમ કરવામાં આવેશૂન્ય – જો ફાળવણીની તારીખથી 1 વર્ષ પછી રિડીમ કરવામાં આવે |
વધુ વિગતો માટે www.franklintempletonindia.com પર ઉપલબ્ધ સ્કીમની માહિતીના દસ્તાવેજનો સંદર્ભ લો.