મુંબઈ, 4 સપ્ટેમ્બર, 2024: ફ્રેન્કલિન ટેમ્પલટન (ભારત) એ તેના ઓપન-એન્ડેડ માધ્યમથી લાંબા સમયગાળાના ડેટ ફંડ – ફ્રેન્કલિન ઈન્ડિયા મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડની (FIMLDF) જાહેરાત કરી. આ ફંડ 4 થી 7 વર્ષની વચ્ચેનો સમયગાળો જાળવી રાખીને, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, બોન્ડ્સ, ડિપોઝિટના પ્રમાણપત્રો, કોમર્શિયલ પેપર્સ, ટ્રેઝરી બિલ્સ અને સરકારી સિક્યોરિટીઝ જેવા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાનું વિચારશે. FIMLDFનું સંચાલન ચાંદની ગુપ્તા, વીપી અને પોર્ટફોલિયો મેનેજર અને અનુજ ટાગરા, વીપી અને પોર્ટફોલિયો મેનેજર, ઈન્ડિયા ફિક્સ્ડ ઈન્કમ, ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા કરવામાં આવશે.
નવી ફંડ ઑફર 3 સપ્ટેમ્બર, 2024થી ખુલે છે અને 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે, જે દરમિયાન આ યુનિટ્સ રૂ. 10/- પ્રતિ યુનિટના ભાવે ઉપલબ્ધ થશે.
ફંડ લોન્ચિંગ અને તેની રોકાણની યોજના પર વાત કરતાં, ફ્રેન્કલિન ટેમ્પલટન, ઇન્ડિયા ફિક્સ્ડ ઇન્કમની વાઇસ પ્રેસિડેન્ટ અને પોર્ટફોલિયો મેનેજર ચાંદની ગુપ્તાએ જણાવ્યું હતું કે, “FIMLDF ને ગતિશીલ રીતે સંચાલિત કરવામાં આવશે, જેમાં તેને બદલાતા મેક્રો વાતાવરણના જવાબમાં તેનો સમયગાળો સમાયોજિત કરવાની સુવિધા મળશે અને યોજનાબદ્ધ રીતે રોકાણ કરવા માટે ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સમાં પૈસા રોકવા માંગતા રોકાણકારો માટે તે રોકાણનો એક આદર્શ વિકલ્પ હોઈ શકે છે.”
ફ્રેન્કલિન ટેમ્પલટન, ઇન્ડિયા ફિક્સ્ડ ઇન્કમના વાઈસ પ્રેસિડેન્ટ અને પોર્ટફોલિયો મેનેજર, અનુજ ટાગરએ વધુમાં જણાવ્યું કે “અમે વ્યાજ દરોમાં ધીમે ધીમે ઘટાડા સાથે મજબૂત સ્થાનિક આર્થિક વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ, જેથી સ્ટીપર યીલ્ડ કર્વ પ્રાપ્ત થઇ શકે છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઉપાર્જિત આવક પેદા કરવા સહીત તકવાદી રીતે અવધિના જોખમનું સંચાલન કરીને શ્રેષ્ઠ અને ઓછા જોખમવાળું વળતર આપવાનો છે.”
આ ફંડના લોંચ પર બોલતા, ફ્રેન્કલિન ટેમ્પલટન-ઈન્ડિયાના પ્રેસિડેન્ટ, અવિનાશ સાતવલેકરે જણાવ્યું હતું કે, “અમે ઉચ્ચ ક્રેડિટ સ્પેસમાં મુખ્ય શ્રેણીમાં હાજર ખામીઓને ઓળખી અમારી નિશ્ચિત આવકની શ્રેણીને વિસ્તૃત કરી રહ્યા છીએ. FIMLDF એવા રોકાણકારોની જરૂરિયાતો પૂરી કરે છે જે એવા ઉત્પાદનો શોધે છે જે બજારમાં થતા પરિવર્તનોને અપનાવી શકે અને ગુણવત્તાયુક્ત ડેટ સાધનોમાં રોકાણ કરી શકે. અમારી ઇન્વેસ્ટમેન્ટ ટીમ, પોર્ટફોલિયો મેચ્યોરિટી અને સેક્યુરીટીની પસંદગી માટે બોટમ-અપ અભિગમ અપનાવવા માટે ટોપ-ડાઉન વિશ્લેષણનો ઉપયોગ કરશે અને સરકારી સિક્યોરિટીઝ અને કોર્પોરેટ ડેટના મિશ્રણમાં રોકાણ કરવાનું લક્ષ્ય રાખશે. ભારતીય બજાર ફ્રેન્કલિન ટેમ્પલટન જેવા લાંબા ગાળાના ખેલાડીઓ માટે એક ઉત્તમ બજાર છે અને અમે ભારતમાં અમારા રોકાણકારો અને ભાગીદારો માટે નવીન ઉકેલો અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ લાવવાનું ચાલુ રાખવાની યોજના ધરાવીએ છીએ.”