ફ્રાન્સે ભારતને મોટી ઓફર કરી, જે ફ્રાન્સ તરફથી આ પ્રસ્તાવ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેરિસની બે દિવસીય મુલાકાત પહેલા ફ્રાન્સે ભારતને મોટી ઓફર કરી છે. ફ્રાન્સે યુએસ અને ભારત વચ્ચે GE-૪૧૪ એન્જીન ડીલ કરતાં ઘણા પગલાં આગળ ઓફર કર્યા છે. ફ્રાંસ સરકારે ભારતને સંયુક્ત રીતે આવા એન્જિનની ડિઝાઇન, વિકાસ, પરીક્ષણ અને પ્રમાણિત કરવાની દરખાસ્ત કરી છે. ફ્રાન્સની તરફથી આ પ્રસ્તાવને ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જો આ સોદો ડીલ થઈ જશે, તો તે ભારતના ટ્‌વીન એન્જિન ફાઈટર જેટ્‌સ તેમજ એરક્રાફ્ટ કેરિયર્સથી સંચાલિત ફાઈટર જેટ્‌સને મદદ કરશે.

ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવિત ૧૦૦ ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન આર્મ્સ રેગ્યુલેશનથી મુક્ત છે અને પ્રસ્તાવિત ૧૧૦ કિલો ન્યૂટન એન્જિન સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડિયા હશે, એટલે કે માત્ર ભારતમાં જ એન્જિનનું ઉત્પાદન કરવામાં આવશે. DRDO ના વડા ડૉ. સમીર વી કામતે તાજેતરમાં પૂરા થયેલા પેરિસ એર શો દરમિયાન સફરન એન્જિન ફેક્ટરી અને સંશોધન અને વિકાસ કેન્દ્રની ખાસ મુલાકાત લીધી હતી. રિપોર્ટ અનુસાર ફ્રાંસના પ્રસ્તાવને લઈને બંને દેશોના રક્ષા મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જણાવી દઈએ કે પીએમ મોદી ૧૩ જુલાઈએ બપોરે બે દિવસની મુલાકાતે પેરિસ પહોંચશે. પીએમ મોદી ૧૩ જુલાઈએ જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી શક્યતા છે. બીજા દિવસે એટલે કે ૧૪ જુલાઈએ પીએમ મોદી બેસ્ટિલ ડેની ઉજવણીમાં હાજરી આપશે. ભારતીય વાયુસેનાના રાફેલ ફાઈટર એરક્રાફ્ટ પણ બેસ્ટિલ ડે ફ્લાય-પાસ્ટમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં સંરક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે ઘણા કરાર થયા હતા. આમાં સૌથી મહત્વનો કરાર ભારતમાં અમેરિકાની GE એરોસ્પેસ કંપનીનો એન્જિન પ્લાન્ટ સ્થાપવાનો હતો. આ કરાર બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફાઈટર જેટ્‌સના એન્જિન હવે ભારતમાં જ બનશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આમાં GEને મદદ કરશે. GE અને HAL મદદથી બનેલા જેટ્‌સ એન્જિનનો ઉપયોગ ભારતના સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસ- MK-II માં કરવામાં આવશે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે ફ્રાન્સના પ્રસ્તાવ પર ભારતનું વલણ શું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્રેન્ચ ડીલ અમેરિકાની તુલનામાં ભારત માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, સરકારે અત્યાર સુધી ફ્રાન્સના પ્રસ્તાવ પર મૌન સેવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ફ્રાન્સના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે.

Share This Article