મુંબઈ : વિદેશી મૂડીરોકાણકારોએ રૂપિયાની ઘટતી જતી કિંમતને લઇને ચિંતા ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને ગ્લોબલ ટ્રેડ વોરને લઇને કારોબારીઓમાં ચિંતા વચ્ચે જંગી નાણાં પાછા ખેંચી લીધા છે. આ મહિને ભારતીય મૂડી બજારમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૩૫૬૦૦ કરોડ રૂપિયા અથવા તો ૫ અબજ ડોલરની જંગી રકમ પાછી ખેંચી લીધી છે. સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં પણ વિદેશી મૂડીરોકાણકારો વેચવાલીના મૂડમાં રહ્યા હતા. ૨૧૦૦૦ કરોડ રૂપિયા સપ્ટેમ્બર મહિનામાં પાછા ખેંચવામાં આવ્યા હતા તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ-ઓગસ્ટ મહિનામાં મૂડી માર્કેટ (ઇક્વિટી-ડેબ્ટ બંને)માં ૭૪૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ
પહેલીથી ૨૬મી ઓક્ટોબર દરમિયાનના ગાળામાં ૨૪૧૮૬ કરોડ રૂપિયા ઇÂક્વટીમાંથી પાછા ખેંચી લીધા છે જ્યારે બોન્ડમાંથી ૧૧૪૦૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. એફપીઆઈ દ્વારા જાન્યુઆરી, માર્ચ, જુલાઈ અને ઓગસ્ટ જેવા થોડાક મહિનાઓને બાદ કરતા સમગ્ર વર્ષ દરમિયાન નાણા પરત ખેંચ્યા છે. આ ચાર મહિનામાં વિદેશી રોકાણકારોએ ૩૨૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જા કે, નિષ્ણાતો માની રહ્યા છે કે, ઓક્ટોબર મહિનામાં જે રીતે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે તેના કારણે બજાર હચમચી ઉઠ્યા છે. આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા મૂડી માર્કેટમાંથી ૯૭૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ઇÂક્વટીમાંથી ૩૭૦૦૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૬૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
જાણકાર લોકોનું કહેવું છે કે, ઇક્વિટી કટોકટી, લિક્વિડીટી કટોકટી જેવા માઇક્રો મુદ્દાના લીધે નવી સમસ્યા સર્જાઈ ગઈ છે. આઈએલએન્ડએફએસ ડિફોલ્ટ, ભારતીય રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉથલપાથલ અને અન્ય જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે શેરબજારમાં ઉથલપાથલ રહી છે. વેચવાલી હાલ જારી રહે તેમ માનવામાં આવે છે. ભારતીય દ્રષ્ટિએ જાવામાં આવે તો નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની દ્વારા સામનો કરવામાં આવી રહેલા વર્તમાન મુદ્દાના અનુસંધાનમાં વિદેશી રોકાણકારો પણ સાવધાનીના મૂડમાં દેખાઈ રહ્યા છે. સ્થિર માર્કેટની સ્થિતિ નહીં હોવાના કારણે એફપીઆઈ દ્વારા નાણાં પરત ખેંચવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત વધારો જારી રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ગ્લોબલ ટ્રેડવોરનીસ્થિતિ પણ આના માટે જવાબદાર દેખાઈ રહી છે. જા કે, ભારતમાં પણ શેરબજારમાં પ્રવાહી સ્થિતિના લીધે વિદેશી રોકાણકારો જંગી નાણાં હાલમાં પરત ખેંચી રહ્યા છે.