મુંબઈ: બજારમાં ભારે અફડાતફડીના દોર વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જંગી નાણા પાછા ખેંચી લીધા છે. છેલ્લા ચાર કારોબારી સેશનમાં ભારતીય મૂડી બજારમાંથી વિદેશી રોકાણકારોએ ૯૩૦૦ કરોડ રૂપિયા અથવા તો ૧.૩ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. એફપીઆઈ તરફથી પાછા નાણાં ખેચવાના પરિણામ સ્વરુપે શેરબજાર પણ હચમચી ઉઠ્યું હતું. ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત વધારો જારી રહ્યો છે. ડોલર સામે રૂપિયાની કિંમતમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. આ પહેલા ગયા મહિનામાં જ વિદેશી મૂડીરોકાણકારોએ શેર અને ડેબ્ટ માર્કેટમાંથી ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ પહેલા જુલાઈ મહિનામાં રોકાણકારોએ ૭૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
ડિપોઝિટરી આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ પહેલીથી પાંચમી ઓક્ટોબરના ગાળા દરમિયાન શેરબજારમાંથી ૭૦૯૪ કરોડ રૂપિયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૨૨૬૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે આ રીતે કુલ ૯૩૫૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા છે. ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે, ઉભરતા બજારમાં પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સ્થિતિ માત્ર ભારત સુધી મર્યાદિત નથી પરંતુ ભારત ઉપર અસર વધારે જાવા મળી છે. કારણ કે, પેટ્રોલિયમ પેદાશોની જરૂર માટે ભારત આયાત ઉપર આધારિત રહે છે. તે પહેલાવિદેશી રોકાણકારોએ એપ્રિલ-જૂન દરમિયાન ૬૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નવેસરના ડિપોઝિટરી આંકડા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ઇÂક્વટીમાંથી ૧૦૮૨૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૧૯૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
મે મહિના બાદથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા. મે મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૯૭૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. એફપીઆઈએ ભારતીય ઇÂક્વટી માર્કેટમાં ક્યારેય સંપૂર્ણપણે વાપસી કરી નથી. જૂન ૨૦૧૮ના અંતમાં ત્રિમાસિક ગાળા દરમિયાન ૬૧૦૦૦ કરોડ રૂપિયાની નેટ સંપત્તિ પાછી ખેંચી લેવામાં આવી હતી. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા પરંતુ ભૂતકાળમાં જે સ્થિતિ રહી હતી તેની સરખામણીમાં જે નાણાં ઠાલવવામાં આવ્યા તેનો આંકડો ઓછો રહ્યો છે. એફપીઆઈ દ્વારા વૈશ્વિક સ્થિતિ ઉપરાંત અન્ય જાખમી પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારત જેવા ઉભરતા માર્કેટને લઇને રોકાણકારો સાવચેતીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, અમેરિકા અને ચીન વચ્ચે જે વેપાર કટોકટીની સ્થિતિ જાવા મળી રહી છે તે પણ ચિંતા ઉપજાવે છે. ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને પહોંચી વળવામાં સરકાર સફળ થશે નહીં તેમ પણ કેટલાક લોકો માને છે. એફપીઆઈ દ્વારા તમામ પરિબળો ઉપર નજર રખાઈ છે.