FPI દ્વારા ૧૫,૩૬૫ કરોડ રૂપિયા પાછા ખેંચાયા : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન વિદેશી મૂડી રોકાણકારોએ જંગી નાણાં પાછા ખેંચી લીધા છે. આ મહિનામાં હજુ સુધી મૂડીરોકાણકારોએ ૧૫૩૬૫ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. આ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી બજારમાંથી રોકાણકારોએ ૧૫૩૬૫ કોરડ રૂપિયા અથવા તો ૨.૧ અબજ ડોલરની રકમ પાછી ખેંચી લીધી છે. ઓગસ્ટ અને જુલાઈ મહિના દરમિયાન જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. એફપીઆઈ તરફથી પાછા નાણાં ખેંચી લેવા માટે મુખ્ય કારણ એ છે કે વૈશ્વિક સ્તર પર વેપાર મોરચા પર તંગદિલી વધી રહી છે. ઓગસ્ટમાં રોકાણકારોએ મૂડીબજારમાં ૫૨૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જ્યારે જુલાઈ મહિનામાં ૨૩૦૦ કરોડ રૂપિયા   ઠાલવવામાં આવ્યા હતા. વિદેશી મૂડીરોકાણકારોએ ત્રીજીથી ૨૧ સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં શેરબજારમાંથી ૬૮૩૨ કરોડ રૂપિય પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૮૫૩૩ કરોડ રૂપિય પાછા ખેંચી લીધા છે. આ રીતે કુલ ૧૫૩૬૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

જાણકાર લોકોનું કહેવું છે કે ક્રુડની કિંમતમાં તેજી, ડોલર સામે રૂપિયામાં ઘટાડો અને અન્ય પરિબળોની સીધી અસર નોંધાઈ રહી છે. અપેક્ષા કરતા ઓછા જીએસટી વસુલાતના પરિણામ સ્વરૂપે ચાલુ ખાતામાં નુકસાનનો આંકડો વધ્યો છે. આર્થિક વૃદ્ધિની Âસ્થરતા પર શંકા ઉભી થઈ રહી છે. વૈશ્વિક સ્તર પર અમેરિકા અને ચીન આમને સામને છે. જેથી જાખમ દેખાઈ રહ્યું છે. ભારત જેવા ઉભરતા દેશોમાં સાવધાન રહેવાની જરૂરીયાત દેખાઈ રહી છે. આ વર્ષે હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ શેરબજારમાંથી ૯૨૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૪૬૫૧૦ કરોડ રૂપિય પાછા ખેંચી લીધા છે. માર્કેટ સાથે જાડાયેલા લોકોનું કહેવું છે કે, રૂપિયામાં ઘટાડાનો દોર અવિરત જારી રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સ્થિર વધારો થઇ રહ્યો છે.

આ ઉપરાંત માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઈના સંદર્ભમાં જારી કરવામાં આવેલા સરક્યુલરને લઇને પણ ચિંતા રહી છે. વૈશ્વિક માર્કેટમાંથી મંદીની સ્થિતિ રહેલી છે. ફોરેન ઇન્વેસ્ટર લોબી ગ્રુપ દ્વારા ગયા સપ્તાહમાં જ કહેવામાં આવ્યું હતું કે, તે સેબી દ્વારા કેવાયસી અને બેનિફિશિયલ માલિકીના સંદર્ભમાં સૂચિત ધારાધોરણને અમલી કરવામાં આવશે તો વિદેશી મૂડીરોકાણકારો ૭૫ અબજ ડોલર સુધીની રકમ પાછી ખેંચી લેશે. જાણકાર લોકોનું કહેવું છે. અનિશ્ચિતતા અને સાવધાનીપૂર્વકનું વલણ વિદેશી રોકાણકારોમાં જાવા મળી રહ્યું છે. એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ અભૂતપૂર્વ નાણા પાછા ખેંચી લીધા હતા પરંતુ ત્યારબાદથી બજારમાં પ્રવાહી સ્થિતિ રહી છે. ડોલર સામે રૂપિયો ખુબ ઝપડથી ગગડી રહ્યો છે. રૂપિયાના થઇ રહેલા અવમુલ્યન વચ્ચે વિદેશી મૂડીરોકાણકારો પણ ઉતાવળમાં કોઇ પગલા લેવા માંગતા નથી. છેલ્લા બે મહિનામાં જંગી નાણા ઠાલવી દેવામાં આવ્યા બાદ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં રોકાણકારોએ ફરીથી જંગી નાણા ફાછા ખેંચ્યા છે. વિદેશી મૂડીરોકાણકારો સામે અન્ય કેટલાક પરિબળો પણ રહેલા છે જે પૈકી ભારતમાં સ્થિર વેપારી માહોલનો પણ સમાવેશ થાય છે.

Share This Article