મુંબઈ : શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૫૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી મૂડીરોકાણકારો કોઇપણ પ્રકારના જાખમ લેવા માટે તૈયાર નથી. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા જ્યારે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવાં આવ્યું છે કે, ગયા મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૭ કરોડ અને ઇક્વિટી માર્કેટમાંથી ૫૨૬૭ કરોડ રૂપિયાની જંગી રકમ પરત ખેંચવામાં આવી હતી. આની સાથે જ કુલ ખેંચવામાં આવેલી રકમનો આંકડો ૫૩૬૧ કરોડનો રહ્યો હતો. ભારતમાં હવે યોજાનાર સામાન્ય ચૂંટણી અને વૈશ્વિક પરિબળો ઉપર રોકાણકારોએ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ પ્રવાહ હવે સામાન્ય ચૂંટણી સુધી યથાવત રહે તેવી શક્યતા છે. વૈશ્વિક ઘટનાક્રમ ઉતારચઢાવવાળા જેવા મળી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રોકાણકારો ફરીવાર નાણાં રોકવા માટે આગળ આવશે.
અન્ય જે પરિબળો વિદેશી મૂડીરોકાણકારોને હાલમાં પરેશાન કરે છે તેમાં ક્રૂડની કિંમતોમાં સતત ફેરફાર, કરન્સીમાં ઉતારચઢાવ અને માઈક્રો ઇકોનોમિક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. ગ્લોબલ ટ્રેડ વોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જાવા મળી રહી છે. આ તમામ પ્રકારના પરિબળો એફડીઆઈ પ્રવાહની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. બજાજ કેપિટલના હેડ ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાતનું કહેવું છે કે, એફડીઆઈ પ્રવાહ આગામી મહિનામાં અÂસ્થર રીતે રહી શકે છે.
મૂડી પ્રવા પરત ખેંચવાનો સિલસિલો જારી રહી શકે છે. વેપાર વિખવાદો પણ જારી રહી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને તંગદિલી વધી રહી છે. સ્થાનિક માઇક્રો ઇકોનોમિક પરિબળોની સાથે સાથે ડોલર સામે રૂપિયામાં નરમાઈ, ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉથલપાથલ, ટ્રેડ ડેફિસિટના આંકડા અને બજેટમાં જાહેર કરવામાં આવેલી યોજનાઓને લઇને પણ તેની અસર જાવા મળશે. એફપીઆઈ રોકાણકારો હાલ કેપિટલ માર્કેટ ઉપર વિશેષરીતે ધ્યાન આપી રહ્યા છે.