મુંબઈ : નવેમ્બર મહિનામાં ભારતીય મૂડી માર્કેટ વિદેશી મૂડીરોકાણકારોએ હજુ સુધી ૧૨૨૬૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ રૂપિયામાં તેજી અને ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડાના પરિણામ સ્વરુપે છેલ્લા ૧૦ મહિનાના ગાળામાં જ એફપીઆઈનો આંકડો રોકાણરુપે સૌથી ઉંચો રહ્યો છે. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાં મળીને છેલ્લા બે મહિનામાં ૬૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા તે પહેલા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૩૦૦ કરોડ રોકવામાં આવ્યા હતા. વિદેશી રોકાણકારોએ નવેમ્બર મહિનામાં ઇક્વિટીમાં ૬૯૧૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. ડેબ્ટ માર્કેટમાં ૫૩૪૭ કરોડ ઠાલવ્યા છે.
આની સાથે જ રોકાણનો કુલ આંકડો ૧૨૨૬૦ કરોડ રૂપિયા રહ્યો છે. જાન્યુઆરી બાદથી સૌથી ઉંચો રોકાણનો આંકડો રહ્યો છે. જાન્યુઆરીમાં ૨૨૨૪૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ઉત્સાહ વધારવામાં આવ્યો છે. આ વર્ષે હજુ સુધી એફપીઆઈએ મૂડી માર્કેટમાંથી ૮૮૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જે પૈકી ઇક્વિટીમાંથી ૩૫૦૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૩૦૦૦ કરોડનો સમોશ થાય છે. વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી હળવી બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા.
ઓક્ટોબર મહિનામાં જે નાણાં પરત ખેંચવામાં આવ્યા હતા તે છેલ્લા બે વર્ષમાં કોઇ એક મહિનામાં પરત ખેંચવામાં આવેલા સૌથી જંગી નાણા હતા. વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાં મળીને ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. તે પહેલા તેઓએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ રૂપિયા પરત ખેંચી લીધા હતા. બીજી બાજુ વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ટેન્શન વધતા ઉભરતા માર્કેટ ઉપર તેની માઠી અસર થઇ છે અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. વૈશ્વિક સ્તર પર વ્યાજદરોમાં વધારો થઇ રહ્યો છે. સુરક્ષિત વિકલ્પો ઉપર ચર્ચા ચાલી રહી છે. અન્ય આકર્ષક વિકલ્પો ઉપર પણ ચર્ચા થઇ રહી છે.
આ વર્ષમાં બાકીના હિસ્સામાં એફપીઆઈ તરફથી મૂડી પ્રવાહ ઉલ્લેખનીયરીતે રહ્યો છે. ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડની કિંમતો, સ્થાનિક લિક્વિડીટી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણી જેવા પરિબળોની અસર એફપીઆઈ ઉપર જાવા મળી શકે છે. ઉપરાંત ચીન અને બ્રાઝિલ જેવા ઉભરતા માર્કેટ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. ભારતની સરખામણીમાં વેલ્યુએશનની દ્રષ્ટિએ તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં મૂડી માર્કેટમાંથી ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તે પહેલા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ ઠલવાયા હતા. હવે ફરીવાર રોકાણનો દોર શરૂ થયો છે.