FPI  દ્વારા માત્ર નવેમ્બરમાં કુલ ૬,૩૧૦ કરોડ ઠલવાયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 

મુંબઈ :  વિદેશી મૂડીરકાણકારોએ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૬૩૧૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ઓક્ટોબર મહિનામાં જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા બાદ નવેમ્બર મહિનામાં ફરીવાર નાણાં ઠાલવવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. સાથે સાથે ડોલર સામે રૂપિયો ફરી મજબૂત બની રહ્યો છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ડેબ્ટ માર્કેટમાં સૌથી વધુ નાણાં ઠાલવવામાં આવ્યા છે. આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૨૨મી નવેમ્બર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાં ૯૨૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૫૩૮૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૬૩૧૦ કરોડ સુધી પહોંચ્યો છે.

આ વર્ષે હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટમાંથી ૯૪૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જેમાં ઇÂક્વટીમાંથી ૪૫૦૦૦ કરોડ અને ડેબ્ટમાંથી ૫૩૦૦૦ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી હળવી બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં જે નાણાં પરત ખેંચવામાં આવ્યા હતા તે છેલ્લા બે વર્ષમાં કોઇ એક મહિનામાં પરત ખેંચવામાં આવેલા સૌથી જંગી નાણા હતા. વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાં મળીને ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. તે પહેલા તેઓએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ રૂપિયા પરત ખેંચી લીધા હતા.

બીજી બાજુ વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ટેન્શન વધતા ઉભરતા માર્કેટ ઉપર તેની માઠી અસર થઇ છે અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. વૈશ્વિક સ્તર પર વ્યાજદરોમાં વધારો થઇ રહ્યો છે. સુરક્ષિત વિકલ્પો ઉપર ચર્ચા ચાલી રહી છે. અન્ય આકર્ષક વિકલ્પો ઉપર પણ ચર્ચા થઇ રહી છે. આ વર્ષમાં બાકીના હિસ્સામાં એફપીઆઈ તરફથી મૂડી પ્રવાહ ઉલ્લેખનીયરીતે રહ્યો છે. ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડની કિંમતો, સ્થાનિક લિÂક્વડીટી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણી જેવા પરિબળોની અસર એફપીઆઈ ઉપર જાવા મળી શકે છે. ઉપરાંત ચીન અને બ્રાઝિલ જેવા ઉભરતા માર્કેટ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. ભારતની સરખામણીમાં વેલ્યુએશનની દ્રષ્ટિએ તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં મૂડી માર્કેટમાંથી ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તે પહેલા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ ઠલવાયા હતા. હવે ફરીવાર રોકાણનો દોર શરૂ થયો છે.

 

 

Share This Article