મુંબઇ શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા કારણોસર માર્કેટમાંથી જંગી નાણા પાછા ખેંચી લીધા છે. એકલા ઓક્ટોબર મહિનામાં જ મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૩૮૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. છેલ્લા બે વર્ષના ગાળા દરમિયાન સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો, ડોલર સામે રૂપિયામાં ઘટાડો, ચાલુ ખાતામાં નિરાશાજનક સ્થિતિના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારોમાં ભયનો માહોલ છે. આજ કારણસર ઓક્ટોબર મહિનામાં મૂડી માર્કેટમાંથી ૩૮૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ બે વર્ષના ગાળામાં સૌથી જંગી નાણાં ખેંચવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૧૮માં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ કુલ એક લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે જે પૈકી શેરબજારમાંથી ૪૨૫૦૦ અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૨૮૦૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવી છે. ડિપોઝિટરીના નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ ઓક્ટોબર મહિના દરમિયાન ૨૮૯૨૧ કરોડ રૂપિયાના શેર વેચી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૯૯૭૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આવી રીતે કુલ એફપીઆી દ્વારા ૩૮૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. નવેમ્બર ૨૦૧૬ બાદથી સૌથી મોટી રકમ પાછી ખેંચવામાં આવી છે.
નવેમ્બર ૨૦૧૬માં વિદેશી મૂડીરોકારણકારોએ મૂડી માર્કેટમાંથી ૩૯૩૯૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ વિદેશી મૂડીરોકાણકારોએ આ વર્ષે જાન્યુઆરી, માર્ચ, જુલાઈ અને ઓગસ્ટને બાદ કરતા બાકીના સય ગાળા દરમિયાન વેચવાલી હાથ ધરીને જંગી નાણા પાછા ખેંચ્યા છે. આ મહિનામાં વિદેશી રોકાણકારોએ ૩૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મો‹નગ સ્ટારના વરિષ્ઠ નિષ્ણાત હિમાંશુ શ્રીવાસ્તવનું કહેવું છે કે, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની દહેશત, ક્રૂડની વધતી જતી કિંમતો, ડોલર સામે રૂપિયામાં ઘટાડો, મહેસુલી ખાદના લક્ષ્યને મર્યાિદત હદમાં રાખવાની ક્ષમતા જેવા કારણોસર મૂડીરોકાણકારોએ જંગી નાણા પાછા ખેંચ્યા છે. વિદેશી રોકાણકારો દ્વારા સપ્ટેમ્બરના અંતથી જ તીવ્ર વેચવાલી શરૂ થઇ હતી.
સપ્ટેમ્બર મહિનામાં ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. ત્યારબાદથી અવિરતપણે નાણાં પાછા ખેંચાઈ રહ્યા છે. ભારતમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામની પણ અસર થશે. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડવોરને લઇને પણ ચિંતા વધી રહી છે જેના લીધે ભારત જેવા ઉભરતા બજારોમાં ઇક્વિટી માર્કેટના ચિત્રને લઇને ચિંતા સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં એફપીઆઈ દ્વારા ઓક્ટોબર મહિનામાં જંગી નાણાં પાછા ખેંચી લેવાયા છે. કુલ આંકડો એક લાખ કરોડથી ઉપર પહોંચ્યો છે.