અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિ -2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રોબઝ ગરબા એન્ડ મંડળી 3.0 થીમ પર ગરબાનું આયોજન એસ.જી.હાઇવે ખાતે, મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે, ‘નવલી રમઝટ સિઝન 2’નું એસજી હાઇવે સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા ખાતે તેમજ ‘અમેઝિંગ ખેલૈયા’ થીમ પર ગરબાનું આયોજન સિંધુભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રિના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કીટવાલા, શિવમ બારોટ, માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોષી જેવા વા વિવિધ કલાકારો ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો કરશે.