ગાંધીનગર : સરકારી નોકરી મોટી તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વધુ એક પરીક્ષા મોકૂફ થઈ છે. GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેવુ જણાવાયું છે. ત્યારે આયોગ નવી તારીખની જાહેરાત પછીથી કરાશે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવનારી GPSC પરીક્ષા મોકૂફ રહેશે. તેથી આ સરકારી પરીક્ષા માટે તૈયારી કરનારા ઉમેદવારો આ બાબતનું ખાસ ધ્યાન રાખે.
