મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૩૪૯૮૨ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડી શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહમાં વધી છે.
બીજી બાજુ રિલાયન્સ, એચડીએફસી બેંક, એચડીએફસી, મારુતિ સુઝુકી, એસબીઆઈ અને કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૩૨૯૦૯.૬૫ કરોડનો ઘટાડો થયો છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૧૦૬૨.૫૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૩૮૩૫૨૨.૩૫ કરોડ થઇ છે. આવી જ રીતે ઇન્ફોસીસની માર્કેટ મૂડી તથા હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૦૦૭૯.૭૫ કરોડ અને ૬૯૪૮.૪૮ કરોડનો વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં ૬૮૯૧.૪૪ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી વધીને ૭૭૦૨૫૧.૯૦ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે.
એચડીએફસી અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ક્રમશઃ ૧૫૫૦૪.૩૮ કરોડ અને ૧૦૨૩૧.૪૫ કરોડ ઘટી ગઈ છે. કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડી ઘટીને ૨૪૦૭૫૯ કરોડ થઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડી પણ ઘટી છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૩૪૮.૫૭ કરોડ ઘટીને ૭૬૨૭૦૪.૪૭ કરોડ થઇ ગઇ છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૭૯ પોઇન્ટનો વધારો થયો હતો. આની સાથે જ તેની સપાટી ૩૭૯૪૭ થઇ છે. છ કંપનીઓની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.