ખેડા : કપડવંજમાં એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે. કપડવંજના રૂપજીના મુવાડામાં ચાર મજૂરો દબાયા હોવાની ઘટના બની છે. જ્યારે આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. સુજલામ સુફલામ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન કામ કરતા હતા, ત્યારે જમીનમાં માટી ધસી પડતા દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે અફરાતફરીનો મહોલ જાેવા મળ્યો હતો અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જ્યારે ૧૦૮ અને સ્થાનિક તંત્રને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનું કામ કરતાં હતાં, તે સમયે જ આ દુર્ઘટના બની હતી. જમીનમાં માટી ધસી પડતાં બે મહિલા અને બે પુરુષ દટાયા હતા. જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ૧૦૮ મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. નોંધનીય છે કે, આ ઘટના કપડવંજના રૂપજીના મુવાડાની છે, જ્યાં ચાર મજૂરો દબાયા હતા. જમીનમાં માટી ધસી પડતા મજૂરો દબાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ચારેય મજૂરો દાહોદ જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત છે, જ્યારે અન્ય ત્રણ મજૂરોને કપડવંજથી બહાર સારવાર અર્થે રિફર કરાયા છે. આ દુર્ઘટનામાં સુમનબેન વરી, સાજનબેન કાજુભાઈ, વિશાલભાઈ દસુ અને સુરેશભાઈ નામના મજૂરો દબાયા હોવાની માહિતી મળી રહી છે.
મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!
Gujarati Movie first look : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે "જય માતાજી:...
Read more