બંગાળમાં ઇદ ઉપર ચાર સરકારી રજા -બનાવટી પરિપત્ર વાઇરલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઇદનો તહેવાર જલ્દી જ આવાનો છે. લોકો વચ્ચે ઇદ માટેનો ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવાર આવ્યા પહેલા જ પશ્ચિમ બંગાળમાં એક ચિઠ્ઠી વાઇરલ થઇ છે. જેમાં લખાવામાં આવ્યુ છે કે, ઇદના તહેવાર માટે સરકારે 4 દિવસની રજાનું એલાન કર્યુ છે, પરંતુ આ ખોટી ખબર છે.

આ વાતને લઇને કોલકાતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પોલીસે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે એક પરિપત્ર જાહેર થયો છે, જેમાં સરકારે ચાર દિવસની રજાનું એલાન કર્યુ છે તેવું જણાવવામાં આવ્યું છે. પરંતુ તે ખરેખર એક જૂઠ્ઠાણુ છે. આ હરકત કરનાર વ્યક્તિ ઉપર કેસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

એ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યુ છે કે, 12 જૂનથી 15 જૂનમાં ગમે ત્યારે ઇદ આવી શકે તેમ છે. આ વાતને ધ્યાનમાં રાખતા રાજ્યના ગવર્નરે 12-15 એમ ચાર દિવસની રજાનું એલાન કર્યુ છે. ચિઠ્ઠીમાં એમ પણ લખવામાં આવ્યુ હતુ કે આ ચાર દિવસમાં રાજ્યમાં સરકારી ઓફિસમાં પણ રજા રહેશે. કોઇ પણ સરકારી કામ આ ચાર દિવસમાં નહી થાય.

આ પત્રને જાહેર કરવા પાછળ કોનો હાથ છે તે તો હજૂ સામે નથી આવ્યું, પરંતુ કોલકાતા પોલીસે રાજ્યના લોકો અને દરેક સ્કુલને ચેતવણી આપી દીધી છે કે આ એક બનાવટી પરિપત્ર છે. જેને ધ્યાનમાં ના લેવો.

Share This Article