ફોર્ચ્યુનની ૨૦૧૯ની બિઝનેસ પર્સન ઓફ દ યર યાદીમાં ત્રણ ભારતીય મૂળના લોકોને જગ્યા આપવામાં આવી છે. ભારતીય મૂળના જે ત્રણ લોકો ફોર્ચ્યુનની બિઝનેસ પર્સન ઓફ દ યરની યાદીમાં સામેલ થયા છે તેમાં માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા, માસ્ટર કાર્ડના સીઈઓ અજય બગ્ગા અને અરિસ્ટાના પ્રમુખ જયશ્રી ઉલ્લાલનો સમાવેશ થાય છે. આ યાદીમાં સત્ય નાડેલા પ્રથમ સ્થાને છે. અજય બગ્ગા આઠમાં અને જયશ્રી ઉલ્લાલ ૧૮માં સ્થાને છે.
ફોર્ચ્યુન યાદીમાં કારોબાર જગતના ૨૦ દિગ્ગજાને સામેલ કરવામાં આવ્યા છે. આ લોકોએ સાહસિક લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. અશક્ય દેખાતી પરિસ્થિતિ ઉકેલ શોધી કાઢ્યો છે. સાથે સાથે ઇનોવેટિવ સમાધાન પણ શોધી કાઢ્યા છે. યાદીમાં પ્રથમ સ્થાન પર સત્ય નાડેલા છે જે ૨૦૧૪માં માઇક્રોસોફ્ટના પ્રમુખ બન્યા હતા. ફોર્ચ્યુને યાદી તૈયાર કરતી વેળા ૧૦ નાણાંકીય ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં શેર ધારકોને રિટર્નથી લઇને મૂડી ઉપર રિટર્ન સામેલ છે.
નાડેલાના સંદર્ભમાં ફોર્ચ્યુને લખ્યું છે કે, ૨૦૧૪માં જ્યારે તેમને કંપનીની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેઓ બિલ ગેટ્સ જેવા સ્થાપક ન હતા. સાથે સાથે પોતાના પૂર્વગામી સ્ટીવ બામર જેવા મોટા વ્યક્તિત્વ પણ ધરાવતા ન હતા. આ યાદીમાં પર્થની કંપની ફોર્ટેસક્યુ મેટલ્સના એલિઝાબેથ બીજા સ્થાને અને પ્યુમાના સીઈઓ બ્યોર્ન ગોલ્ડન પાંચમાં સ્થાને છે. જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિયોન ૧૦માં સ્થાને અને એક્સસેન્સરના સીઈઓ જુલી સ્વીટ ૧૫માં સ્થાને અને અલીબાબાના સીઈઓ ડેનિયલ ઝાંગ ૧૬માં સ્થાને છે. સમગ્ર યાદી જારી કરવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા જાવા મળી રહી
સત્ય નાડેલા પ્રથમ સ્થાન ઉપર હોવાથી ઉત્સુકતા વધી