ફોર્ટિસ હોસ્પિટલે અમદાવાદમાં પહેલું ઓપીડી લિવર કેર ક્લિનિક લોન્ચ કર્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

યકૃતના સ્થાયી રોગોની વ્યાપકતાના સંદર્ભમાં ગુજરાત દેશના મુખ્ય રાજ્યોમાંથી એક છે. હેપેટાઇટિસ-સી સાથે સાથે સિરોસિસ અને ફૈટી લિવર ડિસીસ અહીંના લોકો માટે મોટું જોખમ છે. જોકે આખા રાજ્યમાં અંગદાન પર જાગૃતતા વધી છે અને અંગ દાનકર્તા લિવર પ્રત્યારોપણની સંખ્યા ઉત્સાહવર્ધક છે, પરંતુ જીવિત દાનકર્તાથી પ્રાપ્ત લિવરનું પ્રત્યારોપણ અત્યારે પણ એકદમ શરુઆતના ચરણમાં છે.

અમદાવાદમાં યકૃતની સારવાર હેતુ વિશેષીકૃત કેન્દ્રની જરુરત વિશે મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ તથા એચપીબી સર્જરી વિભાગના કન્સલ્ટેન્ટ તથા ચીફ સર્જન ડૉ. ગૌરવ ગુપ્તાએ જણાવ્યું કે, “ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડમાં એક વ્યાપક અને અત્યંત વિશેષીકૃત યકૃત પ્રત્યારોપણ કાર્યક્રમ દ્વારા અમે કેટલાંક લોકોની જીંદગી બચાવી છે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવ્યાં છે. આઇસીયૂ, એનેસ્થેસિયા, નર્સિંગ અને અન્ય મહત્વપૂર્ણ વિભાગોના સહયોગથી મારી ટીમ એબીઓ-અસંગત, વિભાજન પ્રત્યારોપણ, બાળકોમાં પ્રત્યારોપણ વગેરે જેવા જટિલ પ્રત્યારોપણ કરવામાં સક્ષમ છે. મારી ટીમ અને મેં વિવિધ પ્રકારની જટિલતાઓવાળા ૬ મહિનાના નાનાં બાળકથી લઇને ૭૫ વર્ષના બુજુર્ગ દર્દીમાં જીવિત દાનકર્તાથી પ્રાપ્ત લિવર પ્રત્યારોપણ કર્યાં છે.”

અમદાવાદના ઓપીડી સેટ-અપ વિશે મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલના ઝોનલ ડાયરેક્ટર ડૉ. એસ. નારાયણીએ જણાવ્યું કે, “આ ક્લિનિકની સ્થાપનીથી અમે બધા દર્દીના જીવન રક્ષા માટે જીવિત દાનકર્તાથી પ્રાપ્ત લિવરનું પ્રત્યારોપણમાં તેમને કુશલતાપૂર્વક મૂલ્યાંકન, પરામર્શ તથા માર્ગદર્શન પ્રદાન કરવામાં સરળતા થશે. ૧૦ કિલોથી ઓછા વજનવાળાં રોગીના યકૃત પ્રત્યારોપણના સારા પરિણામ વિશ્વભરના શ્રેષ્ઠ કેન્દ્રો માટે એક પડકારરુપ છે, જ્યારે બધા પ્રકારના યકૃત પ્રત્યારોપણમાં અમારી ટીમના ડોક્ટરોનો સફળતા દર ૯૦ ટકાથી વધારે છે.”

હાલમાં ગુજરાતમાં કેટલીક હોસ્પિટલ જ લિવર (યકૃત) પ્રત્યારોપણ સેવાઓ ઓફર કરે છે, જેમાંથી મુઠ્ઠીભર હોસ્પિટલ વિશેષીકૃત અને જટિલ યકૃત પ્રત્યારોપણની પ્રસ્તુત કરે છે, જેમ કે બાળકોમાં યકૃત પ્રત્યારોપણ, એબીઓ અસંગત અને જટિલ જીવિત દાનકર્તાથી પ્રાપ્ત લિવરનું પ્રત્યારોપણ. ગુજરાતમાં લિવરના સ્થાયી રોગોના પીડિતોં માટે એવી સેવાઓની માંગ લાંબા સમયથી અધૂરી છે. લિવરના સ્થાયી રોગોંની સારવારની આ કમીને દૂર કરવા માટે ફોર્ટિસ હોસ્પિટલ મુલુંડ, મુંબઇના યકૃત પ્રત્યારોપણ તથા હેપેટો-પેંક્રિયાટિક-બિલિયરી સર્જરી સાયન્સીસના મુખ્ય કેન્દ્રએ અમદાવાદમાં એક ક્લિનિક ખોલ્યું છે, જેથી આના રોગીઓને વિશેષીકૃત સારવાર મળે.

મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ તથા એચપીબી સર્જરી વિભાગના કન્સલ્ટેન્ટ તથા ચીફ સર્જન ડૉ. ગૌરવ ગુપ્તાના નેતૃત્વમાં અમદાવાદનું લિવર કેર ક્લિનિક બધી શ્રેણીઓની પ્રત્યારોપણ સેવાઓ ઓફર કરશે, જેમાં જીવિત દાનકર્તાના અંગનું પ્રત્યારોપણ, મૃત દાનકર્તાના અંગનું પ્રત્યારોપણ, શિશુ અંગ પ્રત્યારોપણ, સ્પિલટ પ્રત્યારોપણ, એબીઓ અસંગત તથા વિનિમય પ્રત્યારોપણ સમ્મિલિત છે. આ સર્જરી અમદાવાદના ક્લિનિકમાં વિસ્તૃત મૂલ્યાંકન કર્યાં પછી મુલુંડ, મુંબઇના હોસ્પિટલમાં સંપાદન કરશે. ડૉ. ગૌરવ ગુપ્તાને લગભગ ૧૫ વર્ષનો અનુભવ છે અને તેમણે ૫૦૦થી વધારે યકૃત પ્રત્યારોપણ કર્યાં છે, હવે તે ક્લિનિકમાં વયસ્ક અને બાળ રોગીઓને સંભાળવા માટે તૈયાર છે, જેમ કે તે વડોદરા, સૂરત અને વાપીમાં સ્થિત કિલનિકમાં કરે છે.

Share This Article