પાકિસ્તાના પૂર્વ ક્રિકેટરે દાનિશ કનેરિયાએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામને શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રામલલા અયોધ્યામાં બિરાજમાન થયા છે. તેની ઉજવણી માત્ર દેશમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જાેવા મળી છે, મંદિરના નિર્માણથી હિન્દુ સમુદાય ખુશ જાેવા મળી રહ્યો છે. વાસ્તવમાં, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોમવારે (૨૨ જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. તેમણે ભક્તો માટે મંદિર ખોલવા પર ખુશી વ્યક્ત કરી છે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વિશ્વભરમાંથી ૭૦૦૦ મહેમાનો આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે એટલે કે મંગળવાર (૨૩ જાન્યુઆરી)થી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલી ગયા છે. લાખો લોકોની ભીડ અયોધ્યા પહોંચે તેવી આશા છે. આ માટે નવા એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે, જ્યારે રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. તે જ સમયે, દાનિશ કનેરિયાએ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર રામલલાનો વીડિયો પોસ્ટ કર્યો છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર તમામને શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોના કેપ્શનમાં કનેરિયાએ લખ્યું કે, ‘અભિનંદન! ભગવાન રામ આવી ગયા છે. તેમણે ઈંત્નટ્ઠૈજીરિીીઇટ્ઠદ્બ હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકો જય શ્રી રામના નારા લગાવતા જાેઈ શકાય છે. કનેરિયા દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને અત્યાર સુધીમાં ૫ લાખથી વધુ લોકો જાેઈ ચૂક્યા છે. દાનિશ કનેરિયા પાકિસ્તાનનો ભૂતપૂર્વ લેગ સ્પિનર ??છે. તે પાકિસ્તાની ટીમ તરફથી રમનાર પ્રથમ હિન્દુ ક્રિકેટર છે. તેણે વર્ષ ૨૦૦૦માં પાકિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કનેરિયાએ પાકિસ્તાન માટે ૬૧ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ૨૬૧ વિકેટ લીધી છે. ડેનિશે ર્ંડ્ઢૈં ક્રિકેટમાં ૧૮ વખત પાકિસ્તાની ટીમની જર્સી પહેરી હતી, જેમાં તેણે ૧૫ વિકેટ લીધી હતી. કનેરિયાએ પોતાની કારકિર્દીમાં કુલ ૨૭૬ વિકેટ લીધી છે. તેને પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંથી એક ગણવામાં આવે છે. જાેકે, સ્પોટ ફિક્સિંગના આરોપ બાદ કનેરિયાની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ ગઈ હતી. દાનિશ કનેરિયા અવારનવાર રામ મંદિર વિશેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Share This Article