કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાએ આર.એસ.એસ પર નિશાન સાંધ્યું છે. તેમણે આર.એસ,એસ સાથે જાેડાયેલા લોકોને મૂળ ભારતીય હોવા પર જ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાઓને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, આ સંઘના લોકો શું મૂળ રૂપથી ભારતીય છે? આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની નથી. શું આર્યન આ દેશમાંથી આવે છે? શું તે ડ્રાવિડિયન છે? આપણે દરેક મુદ્દાની જડ સુધી પહોંચવાની જરૂર છે.
આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, કર્ણાટકની રાજનીતિમાં હંગામો મચ્યો હતો. સિદ્ધારમૈયા અને વિપક્ષના અન્ય નેતાઓના આવા નિવેદનો પર રાજ્યના શિક્ષણમંત્રી બીસી નાગેશનું કહેવું છે કે, હાલ પુસ્તકમાં માત્ર ભાષણને સામેલ કરવાની વાત થઈ રહી છે, તેમાં સંઘ કે હેડગેવાર વિશે કંઈ દેખાડવામાં આવી રહ્યું નથી. આવા સમયે જે લોકો આ મુદ્દાને વિવાદ બનાવવાની કોશિશ કરી રહ્યા છે તેમણે બરાબર રીતે પુસ્તક વાંચ્યું નથી લાગતું.શું આરએસએસના લોકો મૂળ રૂપથી ભારતીય છે, આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ બીફ પર વિવાદિત નિવેદન આપ્યા બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું છે. જાેકે, જ્યારથી રાજ્યમાં એવી માંગ કરવામાં આવી છે કે કન્નડની ૧૦માં ધોરણ સુધીના પુસ્તકોમાં સંઘ સંસ્થાપક હેડગેવારના ભાષણ જાેડવામાં આવે, ત્યારથી વિપક્ષ આકરા પાણીએ દેખાઈ રહ્યો છે. વિપક્ષ સતત કર્ણાટકની જનતા પર આર.એસ.એસની વિચારધારાને થોપવાનો આરોપ લગાવી રહી છે. હવે આ મુદ્દે સિદ્ધારમૈયાએ પણ સંઘ પર પ્રહાર કરતા વિવાદાસ્પદ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.