ભારતીય પૂર્વ ક્રિકેટર અરૂણલાલે 38 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરે તેમનાથી 38 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે.

૬૬ વર્ષીય પૂર્વ ક્રિકેટર અરૂણ લાલ 38 વર્ષની બુલબુલ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. અરૂણ લાલા અને તેમની ગર્લફ્રેન્ડ બુલબુલે આજે (૨ મે) સાથે સાત ફેરા લીધા છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. ૬૬ વર્ષની ઉંમર ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલે બીજા લગ્ન કર્યા છે.

અરૂણ લાલ અને બુલબુલ સાહા બંને એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખતા હતા. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા. તાજેતરમાં જ બંનેની હળદર સેરેમનીના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જાે કે, બંનેએ એક મહિના પહેલા જ સગાઈ કરી હતી. 

અરૂણ લાલની પહેલી પત્ની આ લગ્નથી ઘણી ખુશ જાેવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અરૂણ લાલે આ પહેલા રીના સાથે લગ્ન કર્યા હતા. રીના લાંબા સમયથી બીમાર છે. જેના કારણે રીનાએ અરૂણ લાલને બીજા લગ્ન માટે મંજૂરી આપી હતી. જે બાદ અરૂણ લાલે બુલબુલ સાથે લગ્ન કર્યા.

જાે કે, આ કપલની લગ્ન બાદની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અરૂણ લાલે કોલકાતાની એક હોટલમાં આ લગ્ન કર્યા હતા. બીજા લગ્નની ખુશીમાં અરૂણ લાલ બુલબુલના ગાલ પર કિસ કરતા જાેવા મળ્યા હતા. જે બાદ અરૂણ લાલા અને બુલબુલનો આ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

૧૯૫૫ માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં અરૂણ લાલનો જન્મ થયો હતો. અરૂણ લાલે બંગાળ ટીમના કોચ તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત અરૂણ લાલ કોમેન્ટ્રી પણ કરી ચૂક્યા છે. પરંતુ વર્ષ ૨૦૧૬ માં તેમને કેન્સર થતા તેમણે કોમેન્ટ્રી કરવાનું છોડી દીધું હતું.

Share This Article