વિદેશી વિદ્યાર્થી બે લાખ થશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતમાં શિક્ષણના સ્તરને સર્વોચ્ચ સ્તર પર લઇ જવા અને વિદેશી વિદ્યાર્થીઓ વધુને વધુ સંખ્યમાં પહોંચી શકે તે માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરના કહેવા મુજબ આગામી પાંચ વર્ષમાં ભારતીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાને બે લાખ કરવા યોજના છે. આના માટે આક્રમક તૈયારી કરવામાં આવી છે. ૧૫૦૦૦ સીટો પૈકી ૫૫ ટકા સીટો એશિયા-આફ્રિકી દેશોના વિદ્યાર્થીઓ માટે મેરિટના આધાર પર તુલનાની દ્રષ્ટિએ ઓછી કિંમતમાં રિઝર્વ રાખવામાં આવનાર છે.

આઇઆઇટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે કે વિદેશી વિદ્યાર્થીઓની ફિ નિર્ધારણના સંબંધાં આઇઆઇટી દ્વારા જ અંતિમ નિર્ણય લઇ શકાશે. ટ્યુશન ફીને ઘટાડી દઇને આઇઆઇટી દિલ્હીએ મહત્વપૂર્ણ પહેલ કરી દીધી છે. આઇઆઇટી દિલ્હીએ અન્યો કરતા આગળ રહીને આમાં બાજી મારી દીધી છે. હાલમાં ૨૩ આઇઆઇટીમાં માત્ર ૪૦ જ વિદેશી પ્રોફેશર છે. જે કેટલીક બાબતોને સ્પષ્ટ કરે છે. હવે યુનિવર્સિટીઓને વિદેશી પ્રોફેસર રાખવા અને તેમની ભરતી કરવા માટેની સત્તા આપી દેવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ અને વિદેશ મંત્રાલય દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર પાસેથી કોઇ પત્ર લેવાની જરૂર નથી. જા કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ માટે સરકાર પાસેથી પ્રમાણપત્ર મેળવી લેવાની હજુ જરૂર રહેશે.

સરકારે એવા ભારતીય જેમની પાસે વિદેશી પાસપોર્ટ છે જે ઓવર સિઝ સિટિજન્સ ઓફ ઇન્ડિયાના સ્વરૂપમાં નોંધણી કરાવી ચુક્યા છે તેમને પણ કોઇ પણ પ્રકારના પ્રમાણપત્ર  મેળવી લેવામાંથી મુક્તિ આપી દીધી છે. દરમિયાન એવી માહિતી હાલમાં મળી રહી છે કે આઇઆઇટી સંસ્થાઓ દ્વારા મોટા પાયે વિદેશી પ્રોફેસરની ભરતી કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે. આઇઆઇટી કાઉન્સિલ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે વિદેશી શિક્ષકોની ભરતી પોતાના સ્તર પર કરવામાં આવી શકે છે. અમેરિકાને ત્રણ વર્ગમાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વ રેન્કિંગમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ભારત આના માટે ગંભીર પણ નજરે પડે છે.જુદા જુદા વિભાગ દ્વારા હાલમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.

Share This Article